વિશ્વાસી મેલડી માતાના ચરણોમાં માથું ટેકતા જ ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે,
નમસ્કાર મિત્રો,આપણા દેશમાં ઘણા દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે,જે દરેક મંદિરમાં પોતાનો અનેરો ઇતિહાસ રહેલો છે.આવું જ એક મંદિર ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામે આવેલું છે,જ્યાં વિશ્વાસી મેલડી મા સાક્ષાત બિરાજમાન છે.આ મંદિર અમદાવાદ-ચોટીલા હાઇવે વચ્ચે સાયલા ધામ આવેલું છે.જે અમદાવાદથી 135 કિમી અને સુરેન્દ્રનગરથી 32 કિમીના અંતરે આવેલુ છે.
ભક્તો પોતાનું દુ:ખ-દર્દ લઈ માતાના ચરણોમાં માથું ટેકવે છે.અને પોતાની દરેક મનોકામના વિશ્વાસી મેલડી માતા પૂર્ણ કરે છે.મંગળવાર અને રવિવારના રોજ ભક્તોની ભીડ વધુ જોવા મળે છે.વિશ્વાસી મેલડી માતાના આ મંદિરે ભક્તો પ્રસાદ રૂપે બાજરીનો રોટલો ચઢાવે છે.અહી જે ભક્તો સાચા દિલથી માનતા રાખે છે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે.
આ મંદિરે પ્રસાદ રૂપે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.જ્યાં બાજરીનો રોટલો અને શાક આપવામાં આવે છે.વિશ્વાસી મેલડી માના દર્શનથી જ ભક્તો ધન્યતા અનુભવે છે.વિશ્વાસી મેલડી માતાના મંદિરે દર્શન કરવા ભક્તો દૂર-દૂરથી પધારે છે.આ પ્રસાદી ગામની મહિલાઓ જ બને છે.