health

ઠંડીની ઋતુમાં મળતા આ ફળ છે વિટામિન સી નો ખજાનો, ખાવાથી આખું વર્ષ રહેશો નિરોગી

શિયાળાની ઋતુમાં અલગ અલગ પ્રકારના ફળ અને શાકભાજી ભરપૂર પ્રમાણમાં મળે છે. આ વસ્તુઓનું સેવન ઠંડીની ઋતુમાં કરવાથી રોગપ્રતિકારક શક્તિ સુધરે છે અને સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. જો કોઈપણ પ્રકારની બીમારીથી બચવું હોય તો જરૂરી છે કે શરીરને રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય અને તેને મજબૂત રાખવા માટે વિટામીન સી થી ભરપૂર હોય તેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. તો આજે તમને જણાવીએ કે શિયાળામાં મળતા એવા કયા ફળ છે જેનું સેવન કરવાથી તમે આખું વર્ષ નિરોગી રહી શકો છો.

એક રિસર્ચ અનુસાર 140 ગ્રામ સંતરામાંથી રોજની વિટામિન સી ની જરૂરિયાતનો 92% જરૂરિયાત પૂરી થઈ શકે છે. સંતરા વિટામિન સી થી ભરપૂર હોય છે અને તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને સાથે જ ત્વચાને પણ સુંદર બનાવે છે

સંતરાનો તાજો રસ પીવાથી ત્વચા સુંદર બને છે. તેનાથી ત્વચાની રંગત સુધરે છે અને ત્વચા સંબંધિત બીમારી થવાનું જોખમ પણ ઘટી જાય છે કારણ કે તેમાં એન્ટિઓક્સિડન્ટ તત્વો પણ ભરપૂર હોય છે.

આજના સમયમાં મૃત્યુનું સૌથી મોટું કારણ હાર્ટ અટેક છે. તેવામાં સંતરાનું સેવન કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય પણ સુધરે છે કારણ કે તે કોલેજ lસ્ટોલને નિયંત્રણમાં રાખે છે. નિયમિત રીતે સંતરા કે અન્ય ખાટા ફળનું સેવન કરવાથી કેટલાક પ્રકારના કેન્સર અને ડાયાબિટીસ સહિત ની બીમારીઓ થવાનું જોખમ પણ ઘટે છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે