આવી કંકોત્રી તમે આજદિન સુધી નહીં જોઈ હોય, અમરેલીના સંકેત સાવલિયાના લગ્ન ની કંકોત્રીમાં એવું તો શું છે જુઓ
ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લગ્ન પ્રસંગ ખુબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દરેક પરિવાર પોતાની રીતે કંઈક અલગ કરતો હોય છે. આપણે આજદિન સુધી અનેક અવનવી મોંઘી કંકોત્રી પણ જોઈ હશે પણ આજે અમે તમને એક કંકોત્રી બતાવશું એ જોઈને તમને નવાઈ લાગશે.
અમરેલીના નાનકડા ગામ ગાધકડા ના વતની સંકેત સાવલિયા ના લગ્ન આવતીકાલે 9 ફેબ્રુઆરીના રોજ નિરધારેલ છે.સંકેત સાવલિયાએ પ્રાથમિક શાળામાં અભ્યાસ મેળવી અમદાવાદથી બી. કોમ અને એમ. કોમ કર્યું છે અને અત્યારે સમાજ કાર્યમાં માસ્ટર ડિગ્રી નો અભ્યાસ કરી રહયા છે.ઉપરાંત તેઓ IIM અમદાવાદમાં project and research associate તરીકે કામ કરી ગુજરાતના હજારો શિક્ષકોને ઈનોવેશનની દિશામાં આગળ વધારવા કામ કરી રહયા છે.
આમ તો ભણેલ ગણેલ યુવકો આજકાલ કંકોત્રી અંગ્રેજીમાં પણ છપાવવા લાગ્યા છે પણ સંકેત તો સમાજને મદદરૂપ કેમ થવાય એના પર જ વિચારે છે. તેમણે પોતાના લગ્નની કંકોત્રીમાં ગુજરાત સરકરની અનેક યોજનાઓ વિશે માહિતી આપી છે.એટલું જ નહીં યોજનાનો લાભ કઈ રીતે લઇ શક્ય તેની સંપૂર્ણ વિગતો ગુજરાતી ભાષામાં લખી છે જેથી દરેક લોકો તેને સમજી શકે.
સંકેત સાવલિયા કહે છે કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચી નથી. યોજનાનો અમલ તો થયો હોય પણ લોકોને તેના વિષે જાણ હોતી નથી. નાનકડા ગામડાઓમાં આવી યોજનાઓ થી લોકો અજાણ હોય છે અથવા લાભ કઈ રીતે લઇ શકાય તેની તેમને જાણ હોતી નથી.
સંકેત સાવલિયા પોતાના કામ દરમિયાન અનેક સારા કરાય કરતી શૈક્ષણિક સંસ્થાઓમાં જવાનું હોય છે એટલે તેમણે કંકોત્રીમાં અનેક શિક્ષકો વિશે પણ વાત કરી છે. તેમણે કંકોત્રીમાં આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ જેવા તમામ ડોક્યુમેન્ટ કઢાવવાની લિંક પણ છપાવી છે.
તેમણે સૌપ્રથમ માં કાર્ડ વિશે લખ્યું છે કે, કાર્ડનો ઉપયોગ તા.૦૪/૦૯/૨૦૧૨ થી શરૂઆત થઇ જે ફક્ત ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો માટે જ હતો પણ ૧૫/૦૮/૨૦૧૪ થી આ યોજના ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની સાથે સાથે મધ્યમ વર્ગનાપરિવાર (કુટુંબના મહત્તમ ૫ વ્યક્તિ) નો પણ સમાવેશ કરવામા આવ્યો છે. આ યોજના વડે આપ કુટુંબદીઠ મહત્તમ ૫,૦૦,૦૦૦ સધી મફત સારવાર સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલ(વેબસાઈટ www.
magujarat.com પર આપેલ યાદીમા હોય તે જ) મા કરાવી શકો છો. આ લીમીટ દર વર્ષે રીન્યુ થાય છે.કુટુંબની વાર્ષિક આવક ૪,૦૦,૦૦૦ કરતા ઓછી હોવી જોઈએ.
આ ઉપરાંત તેમણે શૈક્ષણિક અભ્યાસ યોજના, વિદેશ અભ્યાસ લોન યોજના, ભોજન બિલ સહાય, કોચિંગ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજનાની પણ માહિતી આપી છે.