પી. પી. સવાણી ગ્રુપ દ્વારા પિતાવિહોણી 300 દીકરીઓનો લગ્નોત્સવ, મહેંદીની તસ્વીરો સામે આવી….
પિતા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહની શરૂઆત કરનાર પી.પી.સવાણી ગ્રુપ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ 300 દીકરીઓના લગ્ન આગામી તારીખ 24 અને 25 ડિસેમ્બરના રોજ પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા સાંજના સમયે કરવામાં આવશે.
તેની સાથે બંને દિવસે 150-150 લગ્ન કરવામાં આવશે. સેવાના આ યજ્ઞ જેવા ઉદ્દાત કાર્યમાં સહભાગી તરીકે આ વર્ષે પી.પી.સવાણી પરિવાર સાથે જાનવી લેબગ્રોન ગ્રુપનો લખાણી પરિવાર પણ જોડાયો છે.
તમને જણાવી દઈએ કે, ગુરુવાર સવારથી અબ્રામાગામ પીપી સવાણી ગ્રુપ આયોજિત લગ્નોત્સવની મહેંદી રસમ યોજાઈ હતી. આ મહેંદી રસમમાં અંદાજીત 5000 થી વધુ બહેનો દ્વારા હાથમાં વિવિધ પ્રકારની મહેંદી ની ડીઝાઈનો મુકાવવામાં આવી હતી. જ્યારે પી પી સવાણી દ્વારા આ લગ્ન આયોજનમાં ત્રણસો જેટલી દીકરીઓ લગ્નગ્રંથિમાં જોડાવવાની છે. જેમાં દરેક ધર્મની દીકરીઓ ને સમાન ગણીને તેની દરેક વિધિઓ સાથે લગ્ન પૂર્ણ કરાશે.
આ લગ્નમાં ત્રણ મુસ્લિમ અને બે ખ્રિસ્તી દીકરીઓના તેમની વિધિ અનુસાર લગ્ન કરાવવામાં આવશે. આ સિવાય 56 જ્ઞાતિની દીકરીઓ આ સમારોહમાં પ્રભુતાના પગલા ભરવાની છે. આ સિવાય આ લગ્ન સમારોહમાં ગુજરાત સિવાયની પણ અનેક દીકરીઓને લાભ અપાયો છે જેમાં યુપીની બે એમપીની બે અલ્હાબાદની એક અને મરાઠી અને પાંચ દીકરીઓના લગ્નની જવાબદારી પી પી સવાણી ગ્રુપ દ્વારા ઉઠાવવામાં આવી છે.
તેની સાથે જાણકારી સામે આવી છે કે, આ લગ્ન સમારોહમાં એક દિવ્યાંગ દીકરી પણ લગ્નગ્રંથીમાં જોડાવવાની છે આ દીકરી મૂકબધિર રહેલ છે. તેની જાણ આણંદ જિલ્લામાંથી સામે આવી છે. દસ વર્ષ અગાઉ તેના પિતાનું રોડ એક્સિડન્ટમાં મૃત્યુ નીપજ્યું હતું અને ત્યાર બાદ તે નવસારી ભણી રહી હતી.
એવામાં ધોરણ 12 માં અભ્યાસ કરતા સમયે કોરોના આવી જતા તેને પોતાના અભ્યાસ 12 ધોરણ સુધી જ પૂર્ણ કરવાની તક મળી હતી. જ્યારે ધોરણ 12 માં કોરોનામાં સ્કૂલ છૂટ્યા બાદ તેણે અગાઉ અભ્યાસ કર્યો નહોતો. ત્યારે તેની માતાને તેના લગ્નની ઘણી મોટી જવાબદારી આવી ગઈ હતી. તેમના દ્વારા આ પી પી સવાણીમાં સમૂહ લગ્ન આયોજનમાં લગ્ન કરવાની તક મળતા તેની માતા અને તેની બહેને મહેશ સવાણી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.