Gujarat

લોકડાઉનથી ગુજરાતને ફાયદો ન થયો? હજુ પણ દરરોજ આટલા કેસ વધી રહયા છે

રાજ્ય સહિત દેશભરમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે,સરકાર પણ પોતાના થી બનતા તમામ પ્રકારના પ્રયત્નો કરી રહી છે.આને પગલે સમગ્ર રાજ્યભરમાં લગભગ છેલ્લા બે મહિનાથી લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે.અહી ઉલ્લેખનીય છે અત્યાર સુધી લોકડાઉન ૩ ચાલી રહ્યું હતું અને આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશથી લોકડાઉન ૪ ની શરૂઆત થશે.ખુદવડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશા હતી કે લોકડાઉન વધારવાથી દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થશે પરંતુ આ લોકડાઉન થી તો એની વિપરીત જ અસર થઇ છે.કોરોનાના કેસ ઓછા થવાનું નામ નથી લેતા અને બીજી બાજુ લોકોના નોકરી ધંધા પડીં ભાંગ્યા છે.તમને જણાવી દઈએ કે રાજ્યમાં લોકડાઉન પહેલા ૩૫ કેસ હતા અને કોરોનાના કારણે ૧ વ્યક્તિનું મોત થયું હતું જ્યારે લોકડાઉનના ૩ તબક્કા બાદ ૧૧૩૪૫ દર્દીઓ નોધાયા અને ૬૫૮ વ્યક્તિઓના મોત થયા છે.

અહી ઉલ્લેખનીય છે કે 99.6 ટકા કેસ અને 99.8 ટકા મોત લોકડાઉન દરમિયાન થયા છે.આરોગ્ય વિભાગે જાહેર કરેલા આન્ડલા મુજબ તમને જણાવી દઈએ કે રાજ્યમાં ૧૯ માર્ચ થી લઈને છેક ૧૭ મે સુધી ૧૧૩૮૦ કોરોનાના કેસ અને ૬૫૯ લોકોના મોત નોધાયા છે.અહી ઉલ્લેખનીય છે કે લોકડાઉનના પ્રથમ તબક્કામાં ૬૧૫ કેસ અને ૨૭ વ્યક્તિઓના મોત નોધાયા હતા,બીજા તબક્કામાં ૪૪૭૮ કેસ અને ૨૬૨ લોકોના મોત નોધાયા હતા જ્યારે ત્રીજા તબક્કામાં ૫૯૫૨ કેસ અને ૩૬૯ લોકોના મોત નોધાયા હતા.આમ અહી ઉલ્લેખનીય છે કે ત્રણેય તબક્કાના લોકડાઉનમાં કેસનો વધારો થયો છે.અહી ઉલ્લેખનીય છે કે ૧૧૩૪૫ દર્દી સાથે ૯૯.૬ ટકા કેસ અને ૬૫૮ મૃત્યુઆંક સાથે ૯૯.૮ ટકા મોત આ ત્રણ તબક્કાના લોકડાઉન દરમિયાન નોંધાયા છે.

તમને અહી ખાસ વાત એ જણાવી દઈએ કે લોકડાઉનના આ ત્રણ તબક્કા દરમિયાન કુલ ૬૫૮ દર્દીઓના મોત નીપજ્યા છે જેમાં ૪૩૧ દર્દીઓ એવા છે કે જેમના મોત કોરોના ઉપરાંત અન્ય બીમારીઓના કારણે થયા છે. આ અન્ય બીમારીઓમાં મોટા ભાગે હૃદય રોગ, હાયપર ટેન્શન, ડાયાબિટીસ જેવા રોગોનો સમાવેશ થાય છે.જયારે અન્ય ૨૨૭ દર્દીઓ એવા મળી આવ્યા છે કે જેમના મોત ફક્ત કોરોનાના કારણે થયા છે.એટલે કે ૬૬ ટકા લોકો કોરોના ઉપરાંત અન્ય બીમારીઓના કારણે મૃત્યુ પામ્યા છે જ્યારે ૩૪ ટકા લોકો ફક્ત કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે.

આરોગ્ય વિભાગે જણાવેલા આંકડા મુજબ વાત કરીએ તો લોકડાઉન ના આ ત્રણેય તબક્કા દરમિયાન કુલ ૬૫૮ મોત થયા છે જેમાં ૧૪ માસ અને ૧૧ માસના બાળકો પણ સમાયેલ છે.ઉંમર પ્રમાણે મૃત્યુ પામેલા લોકોની વાત કરીએ તો સૌથી વધારે મોત ૫૧ થી ૭૦ વર્ષના લોકોના થયા છે.અહી ઉલ્લેખનીય છે મૃત્યુ પામેલા કુલ દર્દીઓમાંથી ૩૭૮ દર્દીઓ એવા છે કે જેમની ઉંમર ૫૧ વર્ષથી ૭૦ વર્ષની છે.એટલેકે કુલ મોતના ૫૮ ટકા દર્દીઓ ૫૧ થી ૭૧ વર્ષના હતાજ્યારે મૃત્યુ પામનારમાં ૭૧ થી ૮૦ વર્ષના લોકોની સંખ્યા ૧૦૦ છે એટલે કે કુલ મૃત્યુના ૧૫ ટકા છે.જ્યારે ૧૪ ટકા દર્દીઓ એવા છે કે જેમની ઉંમર ૧ વર્ષથી ૪૦ વર્ષની અને ૮૧ વર્ષી થી ૯૦ વર્ષની છે.