ભારતમાં લોકડાઉન લાગશે કે નહી, આખરે સરકારે આ જવાબ આપ્યો
રાજ્યસભામાં નાણા બિલ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી Nirmala Sitharaman એ વૈશ્વિક તેલ બજારની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ માત્ર એક મહિનામાં જ $70 પ્રતિ બેરલથી વધીને $122 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને Strait of Hormuz વિસ્તારમાં અવરોધને કારણે આ વધારાને વધુ વેગ મળ્યો છે. તેમણે જણાવ્યું કે 30 માર્ચ સુધી મિશ્રિત ક્રૂડના ભાવ $100થી નીચે આવવાની શક્યતા ઓછી છે, જેના કારણે વૈશ્વિક સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવ પર અસર પડી છે.
નાણામંત્રીએ જણાવ્યું કે દક્ષિણ એશિયામાં ઇંધણના ભાવમાં 30થી 50 ટકા સુધી વધારો થયો છે, જ્યારે ઉત્તર અમેરિકા, યુરોપ અને આફ્રિકામાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. તેમણે ઉમેર્યું કે Russia-Ukraine conflict પછી છેલ્લા ચાર વર્ષમાં તેલ અને ખાતર ક્ષેત્રે અનેક પડકારો ઉભા થયા છે, પરંતુ સરકારે સંજોગોને સંભાળી સામાન્ય નાગરિક પર બોજ ન પડે તેની કાળજી લીધી છે.
સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે તેમણે જણાવ્યું કે પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી ₹13 પ્રતિ લિટરથી ઘટાડીને ₹3 કરી દેવામાં આવી છે, જ્યારે ડીઝલ પરની ₹10 પ્રતિ લિટરની ડ્યુટી સંપૂર્ણપણે શૂન્ય કરવામાં આવી છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે “અમે ભાવમાં વધારો કર્યો નથી” અને સરકાર પોતે આર્થિક ભાર સહન કરી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે સરકારે તેલ કંપનીઓને પૂરતો પુરવઠો જાળવવા સૂચના આપી છે, જેથી સપ્લાય ચેઇનમાં કોઈ વિક્ષેપ ન આવે. દેશમાં રિફાઇનરીઓ દ્વારા આયાત કરાયેલ તેલને પ્રોસેસ કરીને સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્લાય કરવામાં આવે છે, પરંતુ નિકાસ કરતા પહેલા દેશની જરૂરિયાતો પૂરી કરવી જરૂરી બનાવવામાં આવી છે.
નાણામંત્રીએ જણાવ્યું કે હાલ પેટ્રોલ પર પ્રતિ લિટર આશરે ₹24 અને ડીઝલ પર ₹30 જેટલું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રિફાઇનરીઓને નિકાસ કરતા પહેલા સ્થાનિક બજારમાં પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવો ફરજિયાત રહેશે.
વિદેશી પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં તેમણે Pakistan નું ઉદાહરણ આપ્યું, જ્યાં ઇંધણના ભાવમાં ભારે વધારો થતાં સ્થિતિ ગંભીર બની છે. ત્યાં પેટ્રોલ ₹321 (પાકિસ્તાની રૂપિયા) પ્રતિ લિટર સુધી પહોંચી ગયું છે અને કેટલાક વિસ્તારોમાં ‘સ્માર્ટ લોકડાઉન’ જેવી સ્થિતિ સર્જાઈ છે.
નાણામંત્રીએ જણાવ્યું કે ભારત સરકારે સમયસર પગલાં લઈને આવી સ્થિતિને ટાળી છે અને દેશના નાગરિકોને ઓછામાં ઓછો બોજ પડે તે સુનિશ્ચિત કર્યું છે.