AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદ: પાંજરાપોળ ચાર રસ્તા પર ડમ્પરે અડફેટે લેતા મહિલાનું મોત

અમદાવાદ: આંબાવાડીમાં પાંજરાપોળ ચાર રસ્તા પર બપોરે ડમ્પરે એક્ટિવા ને અડફેટે લીધું હતું જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક મહિલા અને તેમના પતિ એક્ટિવા પર સવાર હતા ત્યારે ડમ્પરે ટક્કર મારી હતી.ડમ્પરની ટક્કરથી પત્ની નીચે પડતા જ ડમ્પરના ટાયર તેમના પર ફરી વળ્યાં હતા.

સુભદ્રબહેન નીચે પડી ગયા અને તેમના પર ડમ્પર ફરી વળ્યું હતું.તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી ગયો હતો પણ પોલીસે તેને નજીકથી જ ઝડપી લીધો હતો અને કાર્યવાહી શરુ કરી હતી.

અકસ્માતને કારણે ટ્રાફિકજામ ના દર્શ્યો પણ સર્જાયા હતા. પોલીસે મૃતદેહને હોસ્પિટલ ખેસડીને ટ્રાફિક વ્યવસ્થા સરખી કરી હતી. મૃતકના પરિવારજનો સ્થળ પર આવતા જ રડી પડયા હતા જેમને પોલીસે સંભાળ્યા હતા. હજુ થોડા દિવસ પહેલા આ જ જગ્યાએ BRTS બસની અડફેટે બે ભાઈઓના મોત નિપજ્યા હતા. શહેરમાં ડમ્પર અને મોટા વાહનોની બેફામ અવરજવરથી લોકો પણ પરેશાન થઇ ગયા છે.