IndiaNewsSport

યશસ્વી જયસ્વાલે બેટથી ધૂમ મચાવી, બનાવ્યો ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ

Yashasvi Jaiswal World Record

Yashasvi Jaiswal World Record: રવિવારે IPL-2023ની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે રાજસ્થાન રોયલ્સે 212 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. રોયલ્સના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે આમાં સૌથી વધુ યોગદાન આપ્યું હતું. તેણે સદી ફટકારી અને ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 212 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

યશસ્વી જયસ્વાલે (Yashasvi Jaiswal) 62 બોલમાં 124 રન બનાવ્યા અને આ દરમિયાન તેણે 16 ફોર, 8 સિક્સર ફટકારી. તેણે 53 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ પછી પણ તે અટક્યો નહીં અને રન બનાવતો રહ્યો. તેમના સિવાય જોસ બટલર (18), કેપ્ટન સેમસન (14) અને જેસન હોલ્ડર (11) જ ડબલ ફિગરને સ્પર્શી શક્યા.

મુંબઈનું પ્રતિનિધિત્વ કરી રહેલા 21 વર્ષીય યશસ્વીએ 53 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે રિલે મેરેડિથની ઇનિંગ્સની 18મી ઓવરના 4થી અને 5માં બોલ પર સતત ચોગ્ગા ફટકારીને પોતાના વ્યક્તિગત સ્કોરને 100 રન સુધી પહોંચાડ્યો હતો. તેણે આગલા બોલ પર ચોગ્ગો પણ માર્યો. આ પછી પણ જયસ્વાલ અટક્યા નહીં. તેણે જોફ્રા આર્ચરની ઇનિંગની 19મી ઓવરમાં સતત બોલમાં સિક્સર પણ ફટકારી હતી. તે ઇનિંગની છેલ્લી ઓવરના ચોથા બોલ પર આઉટ થયો હતો. જયસ્વાલે અરશદ ખાને પોતાના જ બોલ પર કેચ આઉટ કર્યો હતો.

આ સાથે Yashasvi Jaiswal એ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે IPLમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર અનકેપ્ડ ખેલાડી બની ગયો છે. તેના પહેલા, આ રેકોર્ડ પોલ ચંદ્રશેખર વલથાટીના નામે હતો, જેણે વર્ષ 2011માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મોહાલીમાં પંજાબ કિંગ્સ તરફથી રમતા અણનમ 120 રન બનાવ્યા હતા. આ યાદીમાં ત્રીજા નંબર પર શોન માર્શ છે જેણે 2008માં મોહાલીમાં જ પંજાબ માટે રાજસ્થાન સામે 115 રન બનાવ્યા હતા. ભારતના મનીષ પાંડે યાદીમાં ચોથા નંબર પર છે, જેણે 2009માં ડેક્કન ચાર્જર્સ સામે સેન્ચુરિયનમાં RCB માટે અણનમ 114 રન બનાવ્યા હતા.