બ્રેકીંગ ન્યુઝ : કોરોનાની મહામારી વચ્ચે ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રીની દિલ્હી પોલીસે કરી ધરપકડ..
અત્યારે સમગ્ર દેશ અને દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે,કોરોનાના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે એવામાં એક સમાચાર મળી રહ્યા છે.તમને જણાવી દઈએ કે પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહાની રાજઘાટથી ની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે.અહી ઉલ્લેખનીય છે કે યશવંત સિંહા રાજઘાટ ખાતે ધરણા પર બેઠા હતા, તમને જણાવી દઈએ કે કામદારોને પોતાના ઘરે પહોચાડવા માટે સશસ્ત્ર દળ તૈનાત કરવામાં આવે એ માંગણી સાથે ધારણા પર બેઠા હતા. સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે યશવંત સિંહાની સાથે સાથે દિલ્હી પોલીસે આપના સાંસદ સંજય સિંહ અને તેમની સાથે ધરણા પર બેઠેલા ઘણા લોકોની પણ અટકાયત કરી લીધી છે.
તમને જણાવી દઈએ કે તેમણે ટ્વીટર પર ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી,તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે અમારી ધરપકડ કરી છે.એક અન્ય ટ્વીટ માં એમણે જણાવ્યું હતું કે અમે ૧૧ વાગે રાજઘાટ ખાતે કામદારોને પોતાના ઘરે પહોચાડવા માટે સશસ્ત્ર દળ તૈનાત કરવામાં આવે એ માંગણી સાથે ધારણા પર બેઠા હતા.અમારી ધરપકડ કરી છે તમારા સમર્થનની જરૂર છે.