સુરતમાં આથિક તંગીના લીધે યુવાને બાથરૂમમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
રાજ્યમાં આપઘાતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત ઘટનાઓ સામે આવી રહી છે. જ્યારે આજે આવી જ એક બાબત સુરતના ઉઘનામાંથી સામે આવી છે. જેમાં ચાલીસ વર્ષના યુવાન દ્વારા બાથરૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. યુવાન દ્વારા આપઘાતને લઈને તેના પરિવારજનો જણાવ્યું છે કે, તે બેરોજગારી અને જીવનથી કંટાળી ગયો હતો તેના લીધે તેને આ પગલું ભર્યું છે. જ્યારે યુવાનન આપઘાતના લીધે પરિવારમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.
સુરતના ઉધના વિસ્તારમાં આવેલા હેગદેવાડ વસાહતમાં 40 વર્ષીય હરીશભાઈ શાંતુભાઈ નાયકા રહેતા હતા. તે અહીં ભાઈ અને માતા સાથે વસવાટ કરી રહ્યા હતા. એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરી રહેલા હરીશભાઈને મહિનાના 10 દિવસ છૂટક કામ મળી રહ્યું હતું. તેના લીધે તેમને 20 દિવસ બેકાર બેસી રહેવું પડતું હતું. આ સિવાય હરીશભાઈ ઉપર ભાઈ અને માતાની પણ જવાબદારી રહેલી હતી.
તેની સાથે હરીશભાઈ બેકાર રહેવાના લીધે આર્થિક ભીમા આવી ગયા હતા. હરીશભાઈના પહેલા પિતાના મૃત્યુ બાદ માતા દ્વારા બીજા લગ્ન કરવામાં આવ્યા નહોતા. તેની સાથે બેરોજગારી અને બીજી બાજુ વધતી ઉંમરના લીધે તેમના લગ્ન પણ થઈ રહ્યા નહોતા. તેના લીધે હરીશભાઈ સતત તણાવમાં રહેવા લાગ્યા હતા.
એવામાં આજે અંતે હરીશભાઈ બાથરૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેવામાં આવ્યો હતો. હરીશ લટકાતી હાલતમાં મળી આવતા પરિવાર શોકનું મોંજુ ફરી વળ્યું હતું. પોલીસ દ્વારા યુવાન મૃતદેહને પીએમ અર્થે ખસેડી આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.