નવા વર્ષમાં ઘરના આ જગ્યા ઉપર મૂકો તુલસીની મંજરી, સંપૂર્ણ વર્ષ રહેશે તમારું ખિસ્સું ભરેલું
જે ઘરમાં તુલસી હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. શાસ્ત્રમાં તુલસીની મંજરીનાં અમુક ખાસ ઉપાય બતાવ્યા છે અને તેનાથી ધન અને સમૃદ્ધિમાં ક્યારેય કમી આવતી નથી. લક્ષ્મીજી રિસાઈ ગયા હોય ત્યારે આર્થિક તંગી નો સામનો કરવો પડે છે ત્યારે નવા વર્ષના પહેલા શુક્રવારે માતા લક્ષ્મી ને મંજરી અર્પિત કરો, તેનાથી માતા લક્ષ્મી તમારી ઉપર મહેરબાની થશે અને ધન સંબંધિત સમસ્યાઓનું સમાધાન આવશે.
તમારા ઘરમાં અશાંતિનું વાતાવરણ છે અને નાની નાની વાતો ઉપર ઝઘડા થતા રહે છે, તો શુભ દિવસમાં મંજરીને તોડીને મૂકો અને સવારે દરરોજ ગંગાજળમાં મંજરી નાખીને ઘરના દરેક ખૂણામાં છંટકાવ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. પરંતુ ધ્યાન રાખો કે મંજરીના દાણા પગમાં ન આવે.
નવા વર્ષના પહેલા દિવસે સંતાન અને વૈવાહિત જીવનમાં ખુશી લાવવા માટે શિવલિંગ ઉપર દૂધમાં મંત્રી ઉમેરીને અર્પિત કરો શંકર અને ગણેશજીને તુલસી ચડાવી શકતા નથી પરંતુ મંજરી ચડાવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ મળે છે.
તુલસીની મંજરીને એક લાલ કપડામાં બાંધીને ધન સ્થાન ઉપર મૂકવાથી તમારો ખિસ્સું હંમેશા ભરેલું રહે છે અને તેને કપડામાં બાંધતા પહેલા લક્ષ્મીનારાયણને અર્પિત કરો. માન્યતા છે કે આ ઉપાય વર્ષ 2023 ના પહેલા દિવસે કરવાથી સંપૂર્ણ વર્ષ બરકત રહે છે.
તુલસીમાં વધુ મંજરી આવવી શુભ સંકેત નથી. બ્રહ્માંડ પુરાણ અનુસાર જ્યારે પણ તુલસી ઉપર વધુ મંજરી આવે છે તેનો અર્થ છે કે તુલસીજી દુઃખી છે અને તે સુખ સમૃદ્ધિમાં ઉણપ લાવે છે. તુલસીને મંજરીથી દૂર કરવાથી છોડનો સારો વિકાસ થાય છે.