28 વર્ષના યુવકે આપ્યો દીકરીને જન્મ, બહુ રસપ્રદ કહાની છે આની પાછળ..
આજકાલ મેડિકલ ક્ષેત્રમાં ઘણા બદલાવ થઇ રહ્યા છે. વિજ્ઞાન આજે એટલું પ્રગતિ કરી રહ્યું છે કે તેને લગતી અવનવી શોધ સામે આવી રહી છે. અમુક વાતો તો એટલી અજીબ હોય છે કે તેની ઉપર ભરોસો કરવો બહુ અઘરું બની જાય છે. આજકાલ લોકો પોતાના લિંગને લઈને ખુબ મૂંઝવણમાં હોય છે. જો કોઈ યુવક યુવતી બનવા માંગે છે કે પછી યુવતી યુવક બનવા માંગે છે તો તે હવે શક્ય બન્યું છે. જો કે આ નિર્ણય તેનો પોતાનો પર્સનલ નિર્ણય હોય છે. આ નિર્ણય લેવામાં આજે તેમની મદદ કરે છે આજની આધુનિક ચિકિત્સા પદ્ધતિ.
અમેરિકામાં રહેતા એક પુરુષે વર્ષ 2020માં એક દીકરીને જન્મ આપ્યો હતો. આખી વાત એવી છે કે અમેરિકાના વેસ્ટ વર્જિનિયામાં રહેતી 28 વર્ષની એશ પેટ્રિક શેડનો જન્મ એક મહિલા તરીકે થયો હતો. એશ આ શરીરથી ખુશ નહોતી અને પુરુષ બનવા માંગતી હતી. તેથી જ તેણીએ તેનું લિંગ બદલવા માટે ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજન બ્લોકર હોર્મોન્સ લેવાનું શરૂ કર્યું જેથી તે સ્ત્રીમાંથી પુરુષમાં જઈ શકે. પરંતુ ફેબ્રુઆરી 2020 માં જ્યારે તેણીને ખબર પડી કે તે ગર્ભવતી છે ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ.
એશના અનુસાર જ્યારેતે મહિલા હતી ત્યારે એક ડેટિંગ એપ દ્વારા એક વ્યક્તિને મળી. આ દરમિયાન બંને નજીક આવ્યા હતા અને જયારે તેને ખબર પડી કે તે ગર્ભવતી છે ત્યારે તે ખુબ હેરાન થઇ ગઈ. એ પછી તેણે પોતાની ટ્રીટમેન્ટ રોકાવી દીધી અને બાળકને જન્મ આપવા માટે તૈયાર થઇ. હમણાં જ તેણે એક દીકરીને જન્મ આપ્યો છે જેનું નામ રોનન છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એશ ઘણા સમયથી પોતાના લિંગને લઈને ચિંતિત હતી. તેણે કયું લિંગ અપનાવવું તે નક્કી કરવું તેને મુશ્કેલ લાગી રહ્યું હતું. જો કે, જ્યારે તેણીને તેની ગર્ભાવસ્થા વિશે જાણ થઈ, ત્યારે તેણે નક્કી કર્યું કે તે તેના બાળકને જન્મ આપશે.કોરોના મહામારીને કારણે લગાવવામાં આવેલ લોકડાઉનમાં તેણે બાળકને જન્મ આપ્યો છે અને હવે તે તેનું પાલન પોષણ કરી રહી છે. તેણે જણાવ્યું કે તેની સાથે તેનો પતિ પણ રહે છે અને તે બંને પોતાના બાળકને સાચવી રહ્યા છે. ડોક્ટર્સ પણ આ જાણીને ખુબ હેરાન થાય છે કે ટ્રીટમેન્ટ દરમિયાન તે પ્રેગ્નેન્ટ કેવીરીતે થઇ ગઈ. પણ એશ પોતાની ગર્ભાવસ્થાથી ખુબ ખુશ હતી.