GujaratCrime

એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને ખેતરાળ વિસ્તારમાં લઈ જઈને કર્યું એવુ કે….

એકતરફી પ્રેમમાં લોકો ના કરવાનું કરી બેસે છે. ત્યારે આવું જ કંઈક સુરતમાં બન્યું છે. જ્યાં યુવતીનાએકતરફી પ્રેમમાં પડેલ યુવકે યુવતી પર એસિડ નાખીને તેને નદીમાં નાખી તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. સુરત વિસ્તારમાં એક યુવતી સાથે યુવકને એકતરફી પ્રેમ પ્રેમ થઈ ગયો હતો. યુવકે એક દિવસ પોતાની ગાડી બંધ પડી હોવાનું જણાવી યુવતી પાસેથી મદદની માંગણી કરી હતી. ત્યારબાદ યુવકે યુવતીની ગાડી ચલાવી અને યુવતીને પાછળ બેસાડી હતી. ત્યારબાદ યુવક તાપી કિનારાના એકદમ ખેતરાળ વિસ્તારમાં ગાડી લઈ ગયો અને યુવતીને ઓઈલ જેવું કોઈ પ્રવાહી પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ યુવતીના શરીર પર એસીડ નાંખી યુવતીને તાપી નદીમાં ફેંકી દીધી હતી. જોકે, યુવતીનો આ કેસમાં આબાદ બચાવ થયો હતો.

પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, સરથાણા વિસ્તારમાં વસવાટ કરતા દર્શીલ વઘાસિયા વરાછા વિસ્તારમાં વસવાટ કરતી યુવતી હસ્તીબહેન બાથાણી સાથે એક તરફી પ્રેમના પડ્યો હતો. ત્યારે દર્શન વઘાશિયાએ હસ્તીબહેનને ઘટનાના દિવસે જણાવ્યું કે તેની ગાડી બંધ થઈ ગઈ છે તો તું મને તારી ગાડી પર બેસાડીને લઈજા. પોતાની ગાડી બંધ થઈ ગયેલ છે. જો કે યુવતીએ તરત જ ના પાડી દેતાં દર્શિલે કહ્યું કે તું મને મારા પપ્પાની સાઈટ પર ગઢપુર બાજુ મુકી દે. ત્યારપછી દર્શિલે યુવતીની મોપેડ ચલાવી અને યુવતીને પાછળ બેસાડીને યુવતીને અનેક ગામડાઓના રસ્તેથી ગલતેશ્વર મંદિરની નજીક આવેલ તાપી નદીના બ્રિજથી ઘલા ગામ બાજુ જવાના ત્રણેક કિમીના અંતરથી ખેતરાળી રસ્તા ખાતે લઈ ગયો હતો.

બાદમાં દર્શિલે યુવતીને ધમકીભર્યા સ્વરે જણાવ્યુ કે જો તુ મારી નહિ થાય તો હું તને બીજા કોઈની પણ થવા દઈશ નહિ. હું તને હેરાન કરું છું તેવું તે તે તારા ભાઈને જણાવીને તે બોઉજ મોટી ભૂલ કરી છે. હું તારી હત્યા કરીને તને જાનથી મારી નાખીશ. અને બાદમાં દર્શીલે યુવતીને જબરજસ્તી ઓઈલ જેવું પ્રવાહી પીવડાવવાનો પ્રયાસ કરીને યુવતીના ખભા તેમજ પીઠના ભાગ ઉપર એસીડ નાંખી ઈજા પહોંચાડી હતી.

બાદમાં ગલતેશ્વર મંદિરની નજીક આવેલ તાપી નદીના બ્રીજ પરથી યુવતીને તાપી નદીમાં ફેંકી દીધી હતી. જોકે, તે જ સમયે ઘટનાસ્થળ પર આવેલા આવેલા સ્થાનિક માછીમારોના ધ્યાનમાં આવતાં તેમણે પાણીમાં પડેલ યુવતીને તરત જ બચાવી લીધી હતી.ઉલ્લેખનીય છે કે, માછીમારોએ યુવતીનો આબાદ બચાવ કર્યા બાદ આ સમગ્ર મામલે માંડવી પોલીસને જાણ કરી હતી. ત્યારે પીઆઈ એચ. બી. પટેલે આ મામલે તાત્કાલિક ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.