ઘણી ઓછી કિંમતવાળા પેની સ્ટોક્સ રિટર્ન આપવાના સંદર્ભમાં વ્યાપક બજાર અને મોટી કંપનીઓ કરતાં ઘણા આગળ હોય છે.આવો જ એક સ્ટોક Equipp Social Impact Technologies છે, જેણે છેલ્લા ૧ વર્ષમાં બમ્પર વળતર આપ્યું છે.આ વળતર એટલું શાનદાર છે કે જેમણે એક વર્ષ પહેલા માત્ર લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું તેઓ અત્યાર સુધીમાં કરોડપતિ બની ગયા હશે.
એક વર્ષ પહેલા,આ પેની સ્ટોકની કિંમત રૂ.૧ કરતા ઓછી હતી.ગયા વર્ષે ૧૯ ફેબ્રુઆરીએ આ સ્ટોક BSE પર માત્ર ૦.૪૦ રૂપિયા હતો,જે હવે વધીને ૭૭ રૂપિયા પર પહોંચી ગયો છે.આ ૧ વર્ષમાં ૧૯,૨૭૫ ટકાનું જંગી વળતર છે.આ રીતે,જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા આ શેરમાં રૂ.૧ લાખનું રોકાણ કર્યું હોત, તો આજે તેના પોર્ટફોલિયોની કિંમત રૂ.૧.૯૩ કરોડ હોત.
મંગળવારે BSE પર આ કંપનીના ૫,૭૦૦ શેરનું ટ્રેડિંગ થયું હતું.આ રીતે રૂ.૪.૨૯ લાખનું ટર્નઓવર થયું હતું.કંપનીનો એમકેપ હાલમાં રૂ. ૮૦૦ કરોડની આસપાસ છે.જો કે,કંપનીની નાણાકીય કામગીરી શેરબજારમાં તેજી સાથે સંબંધિત નથી.
કંપની સતત ખોટમાં ચાલી રહી છે.છેલ્લા 12 ક્વાર્ટરથી આ કંપનીનું વેચાણ શૂન્ય છે.કંપનીએ છેલ્લે ડિસેમ્બર ૨૦૧૮ ક્વાર્ટરમાં રૂ.૦.૫૪ કરોડનું વેચાણ નોંધાવ્યું હતું.