જૂનાગઢમાં 10 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, ઓઝત વિયર ડેમ ઓવરફ્લો
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. એવામાં જૂનાગઢથી વરસાદને લઈને મોટી જાણકારી સામે આવી છે. જૂનાગઢમાં એક દિવસમાં 10 ઈંચ વરસાદ વરસ્યો હોવાની જાણકારી સામે આવી છે. જુનાગઢ જિલ્લામાં સતત વરસાદ વરસતા ગિરનાર પર્વત ઝરણાંઓ નું ગઢ બન્યું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. ગિરનાર પર્વત પર સતત પડી રહેલા વરસાદથી ધોધ જીવંત થઈ ગયા છે. બીજી તરફ ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થતા વંથલીમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ ગઈ છે.
હવામાનની આગાહી અનુસાર જુનાગઢમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. જ્યારે જુનાગઢ નો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે વંથલીમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. તેને લઈને વંથલી, કણજા, આખા, ટીનમસ, ટીકરી, પાદરડી, માણાવદર ના પીપલાના ગામને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.
તેની સાથે જૂનાગઢમાં એક જ દિવસમાં 10 ઈંચ વરસાદ વરસ્યો હોવાની જાણકારી સામે આવી છે. ગિરનાર પર્વત ઝરણાં નું ગઢ બન્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. ગિરનાર પર્વત પર સતત વરસી રહેલા વરસાદથી ધોધ જીવંત થઈ ગયા થયા છે. આવી રીતે ગિરનાર પર્વત ઝરણાંમય બનતા જોવાલાયક દ્રશ્યો જોવા મળ્યા છે. તેને લઈને યાત્રીઓ મુશળધાર વરસાદમાં પણ યાત્રા કરવા માટે આવી ગયા છે.