આતંકવાદી સંગઠન અલ-કાયદાનો ગુજરાતમાં પ્રચાર કરી રહેલા ચાર બાંગ્લાદેશી એ.ટી.એસ. એ ઝડપી પાડ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઇ હતી. અને અમદાવાદમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડી પાડવા માટેનું અભિયાન શરૂ કર્યું હતું. ત્યારે ગેરકાયદે વસવાટ કરતા 18 જેટલા બાંગ્લાદેશીઓને એસ.ઓ.જી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
એસઓજીના ACP બી.સી.સોલંકીના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશીઓને પકડવા માટેની છેલ્લા ઘણા સમયથી ડ્રાઇવ ચાલી રહી છે. જેમાં SOG દ્વારા 18 જેટલ્સ બાગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ માટે અલગ-અલગ ટીમોની રચના કરમરીને અમદાવાદ શહેરના શાહઆલમ, ઈસનપુર, દાણીલીમડા અને ચંડોળા તળાવ, દાણીલીમડા જેવા વિસ્તારોમાં ગેરકાયદે રીતે વસવાટ કરતા 18 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી લીધી છે. આ લોકો અમદાવાદમાં નાના ઝૂંપડા બાંધીને તેમજ અમુક લોકો રોડ પર જ તંબુ બાંધીને વસવાટ કરતા હતાં. બાંગ્લાદેશમાં રોજગારી મળતી ના હોવાના કારણે તેઓ અહીં આવ્યાં હતાં. અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા.
વધુમાં તેમણે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા લોકો કોઈ લોકો રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. પ્રથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો કોઈ રૂપિયા આપીને એજન્ટો મારફતે આપીને અમદાવાદ આવ્યા હતા અને પહોંચ્યા હતા ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ જેવા બોગસ ડોક્યુમેન્ટ બનાવીને ગેરાકાયદે વસવાટ કરી રહ્યા હતા. તમામ લોકોની પૂછપરછ કર્યા પછી તેમને દિલ્હી સરકારની મંજૂરી લઈને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે.