– 2 વર્ષના બાળકએ પિતાના મોબાઈલથી 2 લાખની વસ્તુઓનો કરી દીધો ઓર્ડર
એક કપલને પોતાના બાળકને શાંત કરવા માટે પોતાનો સ્માર્ટ ફોન આપવો મોંઘો પડી ગયો છે. આ બાળકે મોબાઈલ સાથે રમતા રમતા લગભગ 1 લાખ 40 હજાર રૂપિયનો સમાનનો ઓર્ડર આપી દીધો. આ બાળકે હજી વાંચતાં લખતા પણ શીખ્યો નથી પણ સામાનો ઓર્ડર ખૂબ જડપથી કરવા લાગે છે.તે સમયે દંપતીને તેમના બાળકની હિલચાલ વિશે કંઈપણ ખબર ન હતી, પરંતુ જ્યારે તેમના ઘરે કારમાંથી એક પછી એક ડિલિવરી શરૂ થઈ ત્યારે તેઓ ચોંકી ગયા. શું છે આ રસપ્રદ કિસ્સો તમને આગળ જણાવવા માટે-
22 મહિનાનો આયાંશ અમેરિકામાં રહેવાવાળા ઇંડિયન કપલ મધુ અને પ્રમોદનો દીકરો છે. આયાંશ હજી વાંચતાં કે લખતા નથી શીખ્યો, પણ ઓનલાઈન શોપિંગ નોલેજથી તેણે મમ્મી પપ્પાને ચોંકાવી દીધા હતા. આત એમ હતી કે મધુ અને પ્રમોદનો 22 મહિનાનો દીકરો મોબાઈલ રમવા માટે માંગી રહ્યો હતો. પહેલા તો તેમણે ના કહી પણ જ્યારે તે વધુ હેરાન કરવા લાગી તો તેને શાંત કરવા માટે તેને મોબાઈલ આપી દીધો. પણ બાળક રમત રમતમાં જ મોબાઈલથી ફર્નિચર ઓર્ડર આપી દે છે.
આયંશની માતાના ફોનમાં ઓનલાઈન શોપિંગ સાઈટના કાર્ટમાં અલગ-અલગ પ્રકારનું ફર્નિચર પહેલેથી જ રાખવામાં આવ્યું હતું. મોબાઈલ સાથે રમતા રમતા આયંશે બધુ ફર્નિચર મંગાવી દીધું. મૂળભૂત રીતે તે તેના ઘરનું સરનામું હતું.ઓર્ડર પછી, જ્યારે આ ભારતીય દંપતીના સરનામે ફર્નિચર પહોંચાડવાનું શરૂ થયું, ત્યારે તેઓ એક વખત માટે કંઈ સમજી શક્યા નહીં. પછી જ્યારે તેણે ઈન્વોઈસ નોટમાં ઓર્ડરની તારીખ અને સમય જોયો તો તેને પોતાની ભૂલનો અહેસાસ થયો.
આયાંશએ માતા પિતા પાસેથી સ્ક્રીન સ્વાઇપ અને ટેપ કરવાનું શીખ્યું હતું. આ ગડબડ પછી આયાંશના માતાપિતાએ પોતાના ફોનની સિક્યોરીટી સેટિંગને વધુ મજબૂત કર્યું. જો તમે પણ બાળકને મોબાઈલ રમવા માટે આપો છો તો તમારે પણ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આનાથી તમને નુકશાન થઈ શકે છે. નાના બાળક જ્યારે હેરાન કરે તો તેને સમજાવવા માટે હાથમાં સ્માર્ટ ફોન આપતા પહેલા ખૂબ સાવધાન રહો.