રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મોત, ગાંધીનગર અભ્યાસ કરવા આવેલ 21 વર્ષીય આયુષ ગાંધીનું હાર્ટ એટેકથી મોત
ગુજરાતમાં કોરોના બાદ હવે હાર્ટએટેકથી મોત થવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકથી મોત થવાનો આંકડો સતત વધી રહ્યો છે. થોડા સમયગાળામાં હાર્ટએટેકથી 25 વધુ યુવકોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે આજે આવા જ એક સમાચાર ગાંધીનગરથી સામે આવ્યો છે.
ગાંધીનગરમાં 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેક આવતા કરૂણ મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે યુવકની વાત કરીએ તો તે ગાંધીનગરમાં અભ્યાસ અર્થે રહેતો હતો. એવામાં તેને અચાનક હાર્ટએટેક આવતા તેનો જીવ ચાલ્યો ગયો હતો. એવામાં નાની ઉંમરમાં જ યુવકનું મૃત્યુ થતા પરીવારમાં શોક નું મોજું છવાઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, નવસારી જિલ્લાના બીલીમોરા આવેલા જીવન જ્યોત એપાર્ટમેન્ટ માં રહેનાર આયુષ ગાંધી ગાંધીનગરમાં આઈટી ફિલ્ડમાં અભ્યાસ કરી રહ્યો હતો. એવામાં ગઈ કાલના ગાંધીનગરમાં આયુષને હાર્ટ એટેક આવી ગયો હતો. તેમ છતાં આયુષ ગાંધી ને સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલાની જાણકારી આયુષના પરિવારજનો આપવામાં આવી હતી. જ્યારે દીકરા ના અવસાનથી પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.
હાર્ટ એટેક કેમ આવે છે?
હાર્ટ એટેક એ મોટાભાગે અમુક ઉંમર પછી આવતો હોવાનું મનાય છે. પરંતુ હમણાં ઘણા સમયથી હાર્ટએટેકના કારણે ગુજરાતના અનેક યુવાનો મૃત્યુ પામ્યા છે. છેલ્લા બે મહિનામાં હાર્ટ એટેકના કારણે ગુજરાતના 20 થી વધુ યુવકોના મોત નિપજ્યાં છે. જેને લઈને તબીબો પણ આ વાતનું સાચું કારણ શોધી રહ્યા હતા કે આખરે આવું કેમ થઈ રહ્યું છે. ત્યારે કારણ શોધી રહેલા નિષ્ણાતોના મતે યુવાનોને આવતા હાર્ટએટેક એ કોરોના ઈફેક્ટ છે. શારીરિક શ્રમ તેમજ શરીરમાં પ્લેક ફાટવાને લીધે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવો જાણીએ આ પ્લેક શું છે.