બગોદરા હાઈવે પર ખાનગી બસ અને ડમ્પરનો સર્જાયો ભયંકર અકસ્માત, 2 ના મોત, 22 ઘાયલ
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આરોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત લીમડી-બગોદરા હાઇવેથી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, લીમડી-બગોદરા હાઇવે પર જન્શાળી ગામના પાટીયા નજીક અકસ્માત સર્જાતા બે લોકોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે 20 થી વધુ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ગ્રામ્યના બંધ પડેલ પથ્થર ભરેલા ડમ્પર પાછળ ખાનગી લક્ઝરી બસ ઘુસી જવાના લીધે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
જાણકારી મુજબ, અમદાવાદ-રાજકોટ હાઇવે પર બગોદરા નજીક આવેલા જન્શાળી ગામના પાટીયા નજીક બસ અને બંધ પડેલા ડમ્પરથી અથડાતા અકસ્માત સર્જાયો હતો. ખાનગી લક્ઝરી બસ બંધ પડેલા પથ્થર ભરેલા ડમ્પર પાછળ બસ ઘુસી જવાન લીધે બે લોકોના કરુણ મોત નીપજ્યા હતા જયારે ૨૦ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટનાની જાણકારી મળતા અમદાવાદ ગ્રામ્યની બગોદરા, ફેદરા, લીમડી, વટામણ સહિતની પાંચથી વધુ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર પહોંચી આવી અને ઇજાગ્રસ્તો સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલી દેવાયા હતા. જાણકારી મુજબ, ખાનગી લક્ઝરી બસ જામનગરથી અમદાવાદ આવી રહી હતી. તે દરમિયાન આ અકસ્માત થયો હતો.
જ્યારે અકસ્માતની વાત કરીએ તો આ અકસ્માત એટલો ભયંકર હતો કે, બસ ડમ્પરથી ટકરાતા તેનો આગળનો તૂટી ગયો હતો. હાઇવે પર પથ્થર ભરેલા બંધ ડમ્પરને લક્ઝરી ચાલક જોઇ ન શકતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણકારી સ્થાનિક લોકો દ્વારા પોલીસને પોલીસની ટીમ ઘટનાસ્થળ પહોંચી આવી હતી. પોલીસ દ્વારા લક્ઝરી કારના ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.