Gujarat

જાનવરોથી પાક બચાવવા લગાવેલી કરંટ લાઈને એક જ પરિવારના ત્રણ લોકોના લીધા ભોગ

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મોરદેવી ગામમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ગામમાં એક ખેડૂત પરિવાર સાથે ના થવાનું થયું છે. ખેડૂત દ્વારા પોતાના ખેતરના પાકને બચાવવા ખેતરની ફરતે કરંટવાળી વાડ કરવામાં આવી હતી. એવામાં આ વાડમાં કરંટ લાગતાં ખેડૂતે પોતાના જ પરિવારજનોને ગુમાવી દીધા છે. આ દુર્ઘટનામાં ખેડૂતના પિતા, માતા અને પુત્રના કરૂણ મોત નીપજ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ખેતરોમાં ભૂંડ રોકવા માટે વીજકરંટ મૂકવાનો નિર્ણય કેટલીક વાર ભારે પડતો હોય છે. અનેક ખેડૂતો આ વાત જાણતા હોવા છતા તેઓ કરંટવાળી વાડ લગાવતા હોય છે. એવામાં ખેડૂતોને સૌથી મોટી સમસ્યા હોય તો રખડતા જાનવરોની રહેલી છે. જે ઉભા પાકોને તહસ નહસ કરી નાખતા હોય છે. ખેતરના ઉભા પાકને ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડે છે. એવામાં વાલોડ ગામમાં પણ એક ખેડૂતે ખેતી પાકને બચાવવા માટે ખેતરની ફરતે કરંટ વાળા તારની વાડ કરાવવામાં આવી હતી. પરંતુ આ તેમને ભારે પડ્યું છે.

જ્યારે આ ઘટના વાલોડ તાલુકાના મોરદેવી ગામમાં આ ઘટના ઘટી છે. વાલોડમાં ખેતર ફરતે કરેલી કરંટ લાઈનમાં કરંટ લાગતા ખેડૂત પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા છે. પિતા, પુત્ર અને માતાનું આ ઘટનામાં કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા ગામમાં શોકનું મોજું છવાઈ ગયું છે.

નોંધનીય છે કે, ખેડૂતો જંગલી જાનવરોથી મોટાપાયે ખેડૂતોને નુકસાન પહોંચાડતા રહે છે. સરકાર દ્વારા આ કાંટાળા તારની યોજના માટે ખેડૂતોને સબસિડી પણ આપવામાં આવે છે પરંતુ વાલોડમાં ખેડૂતે કાંટાળી વાડમાં કરંટ પસાર થઈ ગયો હતો. તેના લીધે એક નિર્દોષ પરિવાર ભોગ બન્યો છે.