પાટડી શહેરના ૩૯ વર્ષીય ભાજપ ઉપપ્રમુખનું હાર્ટ એટેક ના કારણે નિધન
ગુજરાતમાં કોરોના બાદ હવે હાર્ટએટેકથી મોત થવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકથી મોત થવાનો આંકડો સતત વધી રહ્યો છે. જ્યારે આજે એવા જ કંઇક સમાચાર સામે આવ્યા છે. પાટડી શહેર ભાજપ ઉપપ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ યુવા પ્રમુખનું 39 વર્ષ ઉમરે હાર્ટ એટેક આવતા કરુણ મોત નીપજ્યું છે. તેના લીધે પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. ઘટનાની જાણકારી મળતા ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો દ્વારા પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી હતી.
પાટડી નગરના ભાજપના ઉપપ્રમુખ અને પાટડી નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર રાજુભાઇ ઠાકોરને હાર્ટએટેક આવતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. તેમના અવસાન બાદ સમગ્ર પાટડી પથંકમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે. બુધવાર રાત્રીના મિત્રો સાથે વાત કર્યા પછી તે મોડી રાત્રી પોતાના ઘરે પહોંચ્યા હતા. ત્યાર બાદ તેમને હાથમાં દુઃખાવો થતા તે જાતે મોટરસાયકલ લઈને પાટડી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. એવામાં તેમને પાટડી સરકારી હોસ્પિટલના બાકડા પર જ હાર્ટ એટેક આવી ગયો હતો તેના લીધે ત્યાના જ ત્યાં તેમને હાર્ટ એટેક આવી જતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. એવામાં સેવાકાર્યમાં સતત અગ્રેસર રહેનાર રાજુબાઈ ઠાકોર દ્વારા નાની ઉમરમાં જ ખુબ નામના પ્રાપ્ત કરવામાં આવી હતી.
તેની સાથે રાજુભાઇ ઠાકોરના અણધાર્યા મોતના લીધે પરિવારજનો અને ગામમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે. તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. પાટડી નગર ભાજપ ઉપપ્રમુખ રાજુભાઇ ઠાકોરના પરિવાર ઉપર અણધારી આફત આવી જતા દસાડાના ધારાસભ્ય પી. કે. પરમાર, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઇ પટેલ, પાટડી નગરપાલિકાના પ્રમુખ મૌલેશ ભાઇ પરીખ, કારોબારી ચેરમેન ચેતનભાઇ શેઠ સહિતના રાજકીય આગેવાનોની સાથે ઠાકોર સમાજ આગેવાનો દ્વારા સાંત્વના પાઠવવામાં આવી હતી.