Gujarat

વિઝાની મુદત પૂરી થઈ ગઈ હતી છતાં ગુજરાતમાં રોકાયેલા હતા પાકિસ્તાનનાં 45 હિન્દુઓ, પોલીસે તમામની કરી ધરપકડ..

આપણે કોઈ પણ દેશમાં જઈએ આપણા ને વિઝા ની જરૂર પડે છે, અને ઘણા દેશ એવા છે ત્યાં વિઝા ની જરૂર હોતી નથી, પણ જ્યાં વિઝાની જરૂર હોય છે ત્યાં આપણે સાવધાની સાથે તેના વિઝા કેટલા છે તે ધ્યાન રાખીને આપણે ત્યાંથી પરત ફરવું પડે છે. જો તેનાથી વધુ આપણે ત્યાં રહીને તો તે ગેરકાયદેસર કહેવાય છે. આવું જ આપડા ગુજરાતમાં બન્યું છે.

બનાસકાંઠા પોલીસે પાકિસ્તાનથી વિઝા લઈને ભારત ફરવા આવેલા 45 હિન્દુઓની ધરપકડ કરી લીધી છે. આ બધા લોકોના વિઝાની મુદત ક્યારની પૂરી થયા બાદ પણ તેઓ એક ગામમાં રહેતા જાણવા મળ્યું હતું. એક ખાસ બાતમીના આધારે પોલીસે બધાને સારી રીતે પકડી લીધા હતા. આગળ પણ હવે તેમને શું કરવામાં આવશે એ ચાલો જાણીએ આગળ..

ગુજરાત એટલે કે આપણી ભારતની પોલીસે 45 હિન્દુઓ સામે મોટી કાર્યવાહી કરી છે જેમને વિઝાની મુદત પૂરી થયા બાદ પણ ભારતમાં રોકાયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બધા 45 પાકિસ્તાનીઓ ને હાલ પકડી લીધા છે. આ બધા પાકિસ્તાની નાગરિકો ગુજરાતના ઉત્તર ભાગમાં એટલે કે આપણા ત્યાં આવેલા બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં રહેતા જાણવા મળ્યું હતું. આ બધા નાગરિકોના ભારતમાં રહેવાના વિઝા પૂરા થયા પછી પણ પાકિસ્તાન પાછા ગયા ન હોવાનું જાણવા મળ્યું છે. એક ખાનગી માહિતીના આધારે પોલીસે આ બધા 45 પાકિસ્તાની લોકોને એ પણ હિન્દુઓને કસ્ટડીમાં લઈ લીધા છે.

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પોલીસે હિન્દુ સમુદાયના 45 પાકિસ્તાની નાગરિકોની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓના વિઝાની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં અને તેમની લોંગ ટર્મ વિઝા (LTV) અરજીઓ ફગાવી દેવામાં આવી હોવા છતાં તેઓ ભારતમાં જ રહ્યા હતા. ત્યાંની ઈન્ટેલિજન્સ બ્યુરોના પોલીસ અધિકારી સંતોષ ધોબીએ આગળ વધુમાં કહ્યું કે આ પાકિસ્તાની લોકો અહીંના અકોલી ગામમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા છે અને તેમને તેમના દેશમાં પાછા ત્યાં પાકિસ્તાનમાં મોકલવાની વાત ચાલી જ રહી છે.

લોકલ ઈન્ટેલિજન્સ બ્યુરોના પોલીસ ઈન્સ્પેક્ટર સંતોષ ધોબીના જણાવ્યા મુજબ, આ પાકિસ્તાની નાગરિકો ઉત્તરાખંડના હરિદ્વારની મુલાકાત લેવા ભારત આવ્યા હતા અને તેમના સંબંધીઓને મળવા બનાસકાંઠા આવ્યા હતા. તે તેમના મંજૂર થયેલા વિઝા પર છેલ્લા બે મહિનાથી અહી રહેતા હતા. તેઓ થોડું વધારે રોકાયા હતા તેનું કારણ હતું કે તેમના વિઝાની જે તારીખ હતી તે તો પૂરી થઈ ગઈ હતી અને તેમનો LTV મંજૂર નહોતો થયો. ત્યાંના પોલીસ ઈન્સ્પેક્ટરે આગળ વધુ માં કહ્યું કે તેઓ છેલ્લા ચાર-પાંચ દિવસથી બનાસકાંઠામાં રહેતા હતા. તેમને જણાવ્યું કે આ બધા લોકોને થોડા જ સમયમાં પાકિસ્તાન પાછા મોકલવામાં આવશે. આ બાબતે કાયદેસર અને જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી ગઈ છે.