Ajab GajabIndia

45 રૂપિયે કિલોના ભાવે વેચી રહ્યા છે બસ આ વ્યક્તિ જાણો શું છે આખી વાત

વાત એમ છે કે કેરળના કોચ્ચી જિલ્લાના એક બસ ઓપરેટરે પોતાની બસને ફક્ત 45 રૂપિયા કિલોના ભાવે વેચી રહ્યો છે. તે આવું પોતાની જાતને દેવામાંથી બહાર નીકળવા માટે કરી રહ્યા છે. એર્નાકુલમમાં રૉય ટૂરિજમના માલિક રોયસન જોસેફએ પોતાનું આ દુખ સોશિયલ મીડિયા દ્વારા જાહેર કર્યું છે. તેમણે કોન્ટ્રેક્ટ કૈરિજ ઓપરેટર્સ એસોશીશન કેરળના ટુરિસ્ટ બસના મલિકોના સંઘ ફેસબુક પોસ્ટ કરી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે તેઓ પોતાની બસને 45 રૂપિયે કિલોના ભાવે વેચવા માંગે છે.

રોયસને શુક્રવારે એક ફેસબુક પોસ્ટ શેર કરીને કહ્યું કે કેરળમાં ટૂરિસ્ટ બસ ઈન્ડસ્ટ્રીની હાલત ખૂબ જ ખરાબ છે. તેમની આર્થિક સ્થિતિ કથળી છે. હવે તેમની સામે મૃત્યુ જેવી સ્થિતિ ઊભી થઈ છે. કોરોના રોગચાળાએ ધંધાને ઘણી અસર કરી છે. આ કારણે તેણે ગયા વર્ષે પણ તેની 20 બસમાંથી 10 બસ વેચી દીધી છે.

મીડિયા સાથે વાત કરતા રોયસન જોસેફે કહ્યું કે હવે જીવન જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. ફાયનાન્સરો અને ધિરાણકર્તાઓને ચૂકવણી કરવામાં આવી રહી નથી. અત્યારે હું જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું તે દેશના અન્ય ઘણા લોકો જેવી જ છે. હવે મારી પાસે મારી 3 બસો ભંગારના ભાવે વેચવા સિવાય કોઈ વિકલ્પ નથી. હું મારી લોન સમયસર ચૂકવી શકતો નથી.

જોસેફે વધુમાં જણાવ્યું કે બસ ચલાવવા માટે 40 હજાર રૂપિયા ટેક્સ અને 75 હજાર રૂપિયાનો વીમો ચૂકવવો પડે છે. સાથે જ કર્મચારીઓનો પગાર, બસનું મેન્ટેનન્સ અને અન્ય ખર્ચ ચૂકવ્યા બાદ ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. બસ માલિકોને મદદ કરવા માટે સરકારે આપેલું વચન હજુ સુધી પૂરું થયું નથી. અમને બેંક તરફથી પણ કોઈ રાહત મળી રહી નથી.