India

Jammu Kashmir: રાજૌરીમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 5 જવાનો શહીદ

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 5 જવાન શહીદ થયા છે જ્યારે એક અધિકારી સહિત 4 જવાનો ઘાયલ હોવાનું કહેવાય છે. સુરક્ષા દળોએ 2 થી 3 આતંકીઓને ઘેરી લીધા છે. રાજૌરી જિલ્લાના બાન્યારી પહાડી વિસ્તારના ડોકમાં બંને તરફથી ગોળીબાર ચાલુ છે.

એક અધિકારીએ જણાવ્યું કે પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની ચોક્કસ માહિતીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન, જેવી ટીમો શંકાસ્પદ સ્થળ પર પહોંચી, છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો, જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ થયું. સુરક્ષા દળોએ 2 થી 3 આતંકીઓને ઘેરી લીધા છે.

આ પણ વાંચો: રાજકોટમાં પોલીસ ના ટ્રાફિક જવાન અને યુવક વચ્ચે મારમારીને લઈને સામે આવ્યા મોટા સમાચાર

એન્કાઉન્ટર દરમિયાન, આતંકવાદીઓએ વિસ્ફોટક ઉપકરણને વિસ્ફોટ કર્યો હતો, જેમાં બે જવાન શહીદ થયા હતા અને એક અધિકારી સહિત ચાર ઘાયલ થયા હતા. બાદમાં ત્રણ જવાનોએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. નજીકના વિસ્તારોમાંથી વધારાની ટીમો એન્કાઉન્ટર સ્થળ પર રવાના કરવામાં આવી છે.