GujaratRajkotSaurashtra

રાજકોટમાં પોલીસ ના ટ્રાફિક જવાન અને યુવક વચ્ચે મારમારીને લઈને સામે આવ્યા મોટા સમાચાર

રાજકોટ શહેરમાં ટ્રાફિક-પોલીસ અને જનતા વચ્ચે બોલાચાલી ની ઘટના સામે આવ્યા છે. રાજકોટ ટ્રાફિક શાખામાં ફરજ બજાવનાર હેડ કોન્સ્ટેબલ અને એક યુવાન વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. જેમાં યુવાન દ્વારા ટ્રાફિક જવાન ને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. આ મામલામાં પોલીસ દ્વારા બે યુવકો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કોટ શહેરના ગોંડલ રોડ પર રાજકમલ ફાટક પાસે ફરજ બજાવનાર ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ લખન ભરવાડ અને એક યુવાન વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. વાયરલ વિડીયોમાં ટ્રાફિક-પોલીસ સાથે બોલાચાલી કરતા યુવક દ્વારા પોલીસને ગાળો આપવામાં આવતા ઝઘડો ઉગ્ર બની ગયો હતો. યુવક દ્વારા ત્યાર બાદ જવાન ને લાકડી વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. જ્યારે એક બીજો વિડીયો પણ વાયરલ થયો હતો. જેમાં યુવક મોટો પથ્થર લઈને ટ્રાફિક જવાન ને મારવા દોડ્યો હતો. એવામાં આ ઘટનાએ ચકચાર મચાવ્યો છે.
આ મામલામાં યુવક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પોલીસ જવાન દ્વારા રૂપિયાની માગણી કરવામાં આવી હતી અને રૂપિયા ન આપતા ઉશ્કેરાઈ ને ગાળો આપી તે મને મારવા લાગ્યો હતો. જયારે મારી આંગળી પણ ભાગી નાખી છે. આ સમગ્ર બાબતમાં રાજકોટ શહેર ટ્રાફિક એસીપી ગઢવી દ્વારા વાઇરલ વીડિયો અંગે તપાસના આદેશ આપ્યા હતા. ત્યાર બાદ બીજા દિવસે બંને યુવક વિરુદ્ધ માં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
તેની સાથે આ મામલામાં હેડ કોન્સ્ટેબલ લખનભાઇ સુસરા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગઇકાલના હું મારી ફરજ પર રહેલો હતો. તે સમયે ડબલ સવારીમાં આવેલા યુવાન ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં સિગ્નલ તોડી આગળ જવા લાગ્યા હતા તે કારણોસર મેં તેમને રોક્યા હતા. ત્યાર બાદ મેં તેમની પાસેથી જરૂરી ડોક્યુમેન્ટની માગણી કરી હતી. એવામાં વાહનચાલક યુવાન પાસે લાઇસન્સ નહોતું તે કારણોસર મેં દંડ માંગ્યો હતો. તેના લીધે તેમને ગુસ્સો આવી ગયો અને મને ગાળો આપવાની સાથે લાકડાના ધોકા વડે મને મારવા લાગ્યા હતા. મારો ફોન પણ ફેંકી દીધો હતો. આ રીતે ફરજ પર રુકાવટ તેમજ મને માર મારવા બદલ મેં બન્ને યુવક નાગજી ગઢવી અને કરણ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.