GujaratNews

પ્રેમ કહાની: લગ્ન બાદ માતા-પિતાએ જ કરાવ્યા ડિવોર્સ, છ મહિના બાદ ફરી મળતા થયું મિલન… વાંચો સંપૂર્ણં ઘટના

ફિલ્મોમાં આપણે ઘણીવાર જોયું છે કે બે યુગલ પ્રેમલગ્ન કરે છે અને બાદમાં તેના પરિવારના સભ્યોને ને પસંદ ન આવતા કોઈને કોઈ રીતે તેઓ આ લગ્નના છૂટાછેડાં કરાવી દેતા હોય છે અને બાદમાં આ બંને યુગલ ફરીથી એકબીજાને મળવા લાગે છે અને તેઓ ફરીથી પ્રેમ લગ્ન કરી લેતા હોય છે, ત્યારે આજે પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પ્રેમકહાણીનો સુખદ અંત આવે છે.

આ ઘટનામાં બને પ્રેમીઓ આંતરજ્ઞાતિય હતા જેના કારણે તેમના પરિવારને આ લગ્ન મંજુર ન હતા. જે લગ્નને મંજૂરી ન આપતાં પાલનપુરની એક યુવતીના તેના માતા-પિતા દ્વારા ડોક્ટર પતિ સાથે બળજબરીથી ડિવોર્સ કરાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ પ્રેમકહાણીનો અંત આવી ગયો હતો, પરંતુ 6 મહિના બાદ ફરીથી આ પ્રેમકહાણી શરૂ થઇ હતી અને બંને એ લગ્ન કરી લીધા હતા.

આ મહિલા અને ડોક્ટર એક જ મુલાકાતમાં મિત્રો બની ગયા હતા. અને સમય જતા તેમની મુલાકાતમાં વધારો થતા તે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. અને એક વર્ષ પહેલા તેમના માતા-પિતાને ખબરન પડે તે રીતે બંનેએ મેરેજ રજિસ્ટર્ડ કરાવી દીધુ હતું અને સમય જતાં તેઓ તેમના પરિવારના સભ્યોને આ લગ્નને લઈને મનાવી લેશે તેવી આશા રાખીને તે યુવતી તેના માતા-પિતાના ઘરે પાછી ગઈ હતી. જો કે આ યુવતીને સંપૂર્ણ ખાતરી હતી કે તેનો પતિ ડોક્ટર હોવા છતા અને પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવતો હોવા છતાં તેના માતા-પિતા તેના આ સંબંધને માન્ય ગણશે નહીં. તેમ છતાં આ યુવતી તેના માતા-પિતાના ઘરે પરત ફરી હતી.

જો કે, યુવકના માતા-પિતા આ યુવતીને સ્વીકારવા માટે તૈયાર હતા. પરંતુ યુવતીના પરિવાર વાળા આ સબંધને સ્વીકારવા માટે તૈયાર થયા નહિ. અને યુવતીના આ નિર્ણયને લઈને તેના માતા-પિતાએ તેના પર ડિવોર્સની અરજી કરવાનું દબાણ કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે આ બંને દંપતીએ તાના માતા-પિતાને સમજવાની ઘણા પ્રયત્નો કર્યા છતાં તેઓ ન માનતા બંને એ અલગ થવાનો નિર્ણય લીધો હતો. અને છ મહિનામાં તેમના ડિવોર્સ થઈ ગયા હતા. જો કે તેમ છતાં યુવતીના માતા-પિતાને તેમની દીકરી ઘરેથી ભાગી જવાનો ડર રહેતો હોવાથી તેને ડિવોર્સના બે મહિના થઇ ગયા હોવા છતાં પણ તેને ઘરમાં કેદ કરી દેવામાં આવી હતી.

બાદમાં આ યુવતી ગમે તેમ કરીને અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો અને તેનું રેસ્ક્યૂ કરવાની માગ કરી હતી. ત્યારબાદ વોલન્ટીયર તેમના ઘરે આવ્યા ત્યારે, તેના પરિવારે ખોટી માહિતી જણાવી હતી અને તે તેના કાકાના ઘરે ગઈ હોવાનું કહીને અને તેનો સંપર્ક ન થતો હોવાનું કહ્યું હતું’, જેવું અભયમના કાઉન્સિલર જિનલ પરમારે તેમના નિવેદનમાં જણાવ્યું હતું. જો કે પાડોશીની એક યુવતીને તેને અંદર મકાનના એક રૂમમાં બંધ કરી દેવામાં આવી હોવાની જાણ થતા તેને પોલીસને જાણ કરી દીધી હતી.

ત્યારબાદ પોલીસે તેને બહાર કાઢીને આશ્રય ગૃહમાં મોકલી હતી, જે આશ્રય ગૃહમાં ચાર મહિના રહ્યા બાદ તેને પૂર્વ પતિ પાસે પાછા જવા માટે કહ્યું હતું અને તેનો પૂર્વ પતિપણ તેની રાહ જોઈ રહ્યો હતો અને બાદમાં બનેએ ફરીથી લગ્ન કરી લીધા અને તેમનું ફરીથી મિલન થઇ ગયું હતું.