GujaratIndiaNews

૬ માર્ચના રોજ રાજ્યમાં લેવાશે PSI ભરતીની પરીક્ષા, આટલા ઉમેદવારોએ નોંધાવી છે ઉમેદવારી, જાણો સમગ્ર માહિતી,

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ પંચાયત તલાટીની ૩,૪૩૭ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.તલાટીના ફોર્મ ભરવાની તારીખ ૧૫.૦૨.૨૦૨૨ હતી,પરંતુ ઘણા વિદ્યાર્થીઓને સાઇટમાં પ્રોબ્લેમ જોવા મળતો હતો આ અંગે ૧૭.૦૨.૨૨૨ સુધી લંબાવવામાં આવી છે.આ દરમિયાન PSI ભરતી બોર્ડે PSI ભરતી પરીક્ષા મુદ્દે જાહેરાત કરી છે.

ગુજરાતમાં આગામી ૬ માર્ચના રોજ PSI ની લેખિત પરીક્ષા યોજોવાની છે.PSI ભરતીમાં ૧,૩૮૨ પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે,આ માટે અંદાજે ૪ લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.જેમાં રાજ્યમાંથી ૯૬ હજારથી વધુ ઉમેદવારો PSI ની ભરતીની પરીક્ષા આપશે તેવું જાણવા મળી રહ્યું છે.

આ પરીક્ષા સમગ્ર રાજ્યમાં લેવામાં આવશે.પ્રાપ્ત માહિતી અનુસાર પરીક્ષા માટે એક સ્કૂલમાં સરેરાશ ૧૦ વર્ગોમાં પરીક્ષા લેવાશે.જેમાં એક ક્લાસમાં ૩૦ ઉમેદવાર પરીક્ષા આપી શકશે.

વધુમાં જણાવીએ તો એક કેન્દ્ર પર સરેરાશ ૩૦૦ ઉમેદવારો પરીક્ષા આપે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે.રાજ્યમાં ૩ ડિસેમ્બરથી શરૂ થયેલ આ પરીક્ષા ૨૯ જાન્યુઆરી સુધી ચાલી હતી.જેમાં PSI માટે ૪.૫૦ લાખમાંથી ૨.૫૦ લાખ ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી હતી.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે