ગુજરાતમાં “મહા વાવાઝોડું” આવી રહ્યું છે: દરિયાકિનારા વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ
ગુજરાત પર આ વર્ષે કુદરતે આફત સર્જી છે. ચોમાસા પહેલા વાયુ વાવાઝોડાએ ગુજરાતમાં ભારે નુકસાન કર્યું હતું ત્યારે હવે “મહા વાવાઝોડું” આવી રહ્યું છે જે 5-6 નવેમ્બરે ગુજરાતના દરિયાકિનારેથી એન્ટ્રી કરી શકે છે. હવામાન વિભાગની આગાહી છે કે આ વાવાઝોડું આગામી દિવસોમાં સિવિયર સાયક્લોનબની જશે અને 5-7 નવેમ્બરે સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનારમાં 70થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકશે.
વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, તેમજ દક્ષિણ ગુજરાતના સુરત,વાપી,વ;સદમાં તેની અસર જોવા મળશે.
મહા વાવાઝોડું સિવિયર સાયક્લોન બની રહ્યું છે.ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ અસર જોવા મળશે. અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. હાલમાં અમરેલીના રાજુલા સહિત જાફરાબાદ કોસ્ટલમાં ‘મહા’વાવાઝોડાની અસર દેખાઈ રહી છે.દરિયાકાંઠે રહેતા માછીમારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતો પણ વાવાઝોડાને કારણે ચિંતામાં મુકાઈ ગયા છે.