ખેડૂતો માટે માઠા સમાચાર: ફરી એકવાર રાજ્યમાં આ દિવસોમાં વરસાદની આગાહી,
Gujarat : રાજ્યમાં આ વર્ષે એક પછી એક વાવાઝોડા અને વરસાદે ખેડૂતોને પરેશાન કર્યા છે ત્યારે હજી વરસાદ અટકવાનું નામ લેતો નથી. તાજેતરમાં જ મહા વાવાઝોડા બાદ વરસાદે ખેડૂતોનું ભારે નુકસાન કર્યું હતું અને હવે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં 13, 14 નવેમ્બરે વરસાદ પડી શકે છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ અપર એર સાયક્લોન ડિસ્ટર્બન્સના કારણે 13 અન 14 તારીખે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ હળવો વરસાદ થશે. 13 તારીખે Rajkot, જામનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 તારીખે બનાસકાંઠા, Porbandar માં સામાન્ય વરસાદની શક્યતા છે.
ચોમાસા બાદ ક્યાર અને મહા વાવાઝોડા દરમિયાન આવેલા વરસાદને કારણે ખેડૂતોનો મોટાભાગનો પાક નાશ પામ્યો હતો ત્યારે હવે ચોમાસાના વિદાય સમયે પણ વરસાદની આગાહી થી ખેડૂતો ચિંતિત થયા છે. એ પણ જણાવી દઈએ કે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 15 નવેમ્બરથી રાજ્યમાં શિયાળાનું આગમન પણ થશે.