ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડના અધ્યક્ષ મુકેશ ભંડારીએ તેમના ભાઈ સામે કરેલી ફરિયાદ અંગે ગુજરાત હાઈકોર્ટે CID ને બે ભાઈઓ શૈલેષ અને નાગેશ ભંડારીની ધરપકડ ન કરવાનો આદેશ આપ્યો છે.
16 સપ્ટેમ્બરે મેટ્રોપોલિટન કોર્ટે મુકેશ અને તેના પુત્ર સિદ્ધાર્થની ફરિયાદ નોંધાવતા સીઆઈડી ને આદેશ આપ્યો હતો કે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ અને વેસ્ટર્ન ઈન્ડિયા સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ લિમિટેડના અધ્યક્ષ નાગેશ ભંડારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.વાત એવી હતી કે સેન્ટ્રલ બેંક ઇન્ડિયા પાસેથી 400 કરોડ રૂપિયાની લોન મેળવવા માટે ડો.નાગેશ ભંડારી અને શૈલેષ ભંડારીએ બનાવતી હસ્તાક્ષર બનાવ્યા હતા તેવું ફરિયાદમાં કહેવામાં આવ્યું છે.
મુકેશ ભંડારીએ એવો પણ આરોપ મૂક્યો છે કે નાના ભાઈઓએ કપટપૂર્વક એક બોગસ લેટર ઓફ ક્રેડિટ દ્વારા કંપનીના ભંડોળને રૂ. 100 કરોડ – હોંગકોંગને રૂ. 75 કરોડ અને સિંગાપોરને 25 કરોડ સુધીનું ફંડ ડાઇવર્ટ કર્યું હતું. મુકેશ ભંડારીએ દાવો કર્યો હતો કે તેની પીઠ પાછળ સોદા થયા હતા.
મુકેશે પહેલા તેના ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ કરી હતી પરંતુ તેની ફરિયાદો પર કોઈ કાર્યવાહી ન થતાં તેમણે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટે તેને મેજિસ્ટ્રેલ કોર્ટમાં જવાનું કહ્યું હતું. મુકેશે તેની ફરિયાદો મેટ્રોપોલિટન કોર્ટમાં નોંધાવી હતી, જેમાં પોલીસ એજન્સીને આરોપીઓની પુછપરછ અને કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું હતું.
શૈલેષ અને નાગેશે બંનેએ મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા તેમની વિરુધ્ધ અપાયેલી ફોજદારી પૂછપરછને રદ કરવા હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. હાઈકોર્ટે પોલીસને ભાઇઓ વિરુદ્ધ કોઇ કડક કાર્યવાહી ન કરવા આદેશ આપ્યો છે પરંતુ તેણે તપાસ આગળ વધારવા કહ્યું છે. હાઇકોર્ટે 6 ફેબ્રુઆરી, 2020 સુધી સુનાવણી મુલતવી રાખી છે.
ભંડારી બંધુઓ સામે હાઇકોર્ટે કડક કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો હોવાથી મુકેશના પુત્ર સિદ્ધાર્થે હાઇકોર્ટે પસાર કરેલા આ વચગાળાના આદેશ સામે અરજી કરી છે.