સમેટાઈ ગયું બિનસચિવાલયનું આંદોલન? સરકારે સીટની રચના કરી ને આંદોલનકારીને મનાવી લીધા
Binsachivalay ક્લાર્કની પરીક્ષા ગેરરીતિ મામલે યુવાનો બે દિવસથી ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમને આખરે સરકારે મનાવી લીધા છે. આંદોલનના નેતા યુવરાજસિંહ કહેતા હતા કે પરીક્ષા રદ્દ થશે ત્યારે જ આંદોલન પૂરું થશે પણ તપાસ માટે રાજ્ય સરકારે ચાર સભ્યોની સીટની રચના કરી છે ત્યારે હવે આંદોલન સમેટવું જ પડશે.
આ સીટ પેપર લીક થયું હતું કે કેમ અને અન્ય ગેરરીતિ મામલે તપાસ કરશે અને 10 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ આપશે એવી ગૃહમંત્રી એ આજે જાહેરાત કરી છે.પ્રદીપસિંહે કહ્યું કે, સીટની તપાસમાં ઉમેદવારોની તમામ રજૂઆતોને ધ્યાનમાંલઈશું લઈશું આવતીકાલે સવારે ગાંધીનગર ખાતે સીટના સભ્યો અને ઉમેદવારોના પ્રતિનિધિઓની બેઠક પણ છે.
આ 4 પ્રતિનિધિઓમાં યુવરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહિલ, ભાવસિંહ સરવૈયા અને હાર્દિક પ્રજાપતિનો સમાવેશ થાય છે. પરીક્ષાર્થીઓની માગણી હતી કે તપાસ કરનારી સીટમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના એક પણ અધિકારીને સ્થાન આપવામાં આવે નહીં. રાજ્યસરકારે આ વાતને પણ સ્વીકારી હતી અને ગૌણ સેવા પસંદગી મંડળના એક પણ સભ્યને સ્થાન અપાયું નથી. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ યોગ્ય ન્યાયની ખાતરી આપી છે અને કહ્યું કે 3 વર્ષથી મહેનત કરનારા પરીક્ષાર્થીઓની મહેનત એળે નહીં જાય.
ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે અમે પરીક્ષાર્થીઓની દરેક માંગ સ્વીકારી છે.ગઈકાલે તેમજ આજે અનેક રાજકીય લોકો અડનોલાનમાં ભાગ લેવા આવ્યા હતા પણ આંદોલનના નેતાઓએ તેમને દૂર રાખ્યા હતા એ સારી બાબત છે.કેટલાક લોકોએ પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ થાય તેવા પ્રયાસો પણ કર્યા હતા પણ પોલીસ અને આંદોલનકારીઓએ શિસ્ત મુજબ ફરજ બજાવી હતી.