વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાતા મેવાણીએ ખરાખરી સંભળાવી અને કહ્યું, રૂપાણી સાહેબ આ મેવાણી છે, માફી આજે પણ નહીં કાલે પણ નહી”
Mevani Suspended from assembly
ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે પણ આક્રમકઃ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ને તમામ ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મેવાણીને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. બાદમાં વિધાનસભા અધ્યક્ષે તેમને અયોગ્ય વર્તન બદલ સસ્પેન્ડ કર્યા હતા. મુખ્યમંત્રીએ વિધાનસભામાં કહ્યું કે જો જિજ્ઞેશ મેવાણી માફી માંગે તો તેમને બેસવા દેવા જોઈએ પણ મેવાણી એ કહ્યું કે “સાહેબ આ મેવાણી છે, માફી કાલે પણ નહોતી માંગી આજે પણ નહીં માગું. મેવાણી એ કહ્યું કે બંધારણનું અપમાન કરવાવાળાની માફી માંગવાની મારે જરૂર નથી.
જીગ્નેશ મેવાણીએ સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, વિજય રૂપાણીના પ્રસ્તાવને લીધે મને અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. હું મારા મુદ્દા પર અડગ ઉભો છું. તમે બંધારણને દરિયામાં નાંખનારા છો. દિલ્હીની સડક પર બંધારણને સળગાવામાં આવ્યું ત્યારે રૂપાણી સાહેબ ક્યાં હતા? હું નહીં ચલાવી લવ. હું આ મુદ્દે બોલીશ અને જે કિંમત ચુકવવી પડે તે ચુકવીશ.
મેવાણીએ કહ્યું કે હું દર વખતે વિધાનસભામાં કહું છું કે દલિતોને ગટર સાફ કરવા ઉતરવું ન પડે તે માટે તમે મશીન લાવતા કેમ નથી. આજે પણ દલિતોને મળ ઉપાડવું પડે છે. દરેક ગામમાં અશ્પૃશ્યા પળાતી હોય અને તમે બંધારણની ઉજવણી ની વાતો કરો છો.મારો અધિકાર છે બોલવાનો, હું બોલ્યો.પરંતુ વિજય રૂપાણી જો એમ કહેતા હોય કે જીગ્નેશ માફી માંગે તો રૂપાણી સાહેબ આ મેવાણી છે માફી તો આજે પણ નહીં અને કાલે પણ નહીં માંગે.