CAA નો વિરોધ પહોંચ્યો ગુજરાત: અમદાવાદના લાલ દરવાજા પાસે લાઠીચાર્જ, કેટલાય વિસ્તારો સજ્જડ બંધ
CAA(સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ)ના વિરોધમાં દેશભરમાં પ્રદર્શનો થઈ રહયા છે.દિલ્હી જેવા વિસ્તારોમાં તો ગંભીર વાતાવરણ છે.ત્યારે હવે ગુજરાતમાં પણ આ બિલનો વિરોધ શરુ થયો છે.અમદાવાદમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેની શહેરમાં અસર જોવા મળી રહી છે. સરદારબાગ પાસે પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
પોલીસે પ્રદર્શન કરતા લોકોની અટકાયત કરી છે. વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થતાં જેસીપી અમિત વિશ્વકર્મા, ડીસીપી ધર્મેન્દ્ર શર્મા સહિતના અધિકારીઓ પહોંચી ગયા હતા. પોલીસે સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈં પરિસ્થિતિ કાબુમાં લીધી છે.ભયનો માહોલ સર્જાતા લાલ દરવાજા વિસ્તારમાં રીલિફ રોડ વિસ્તારની દુકાનો બંધ કરીને વેપારીઓ જતા રહ્યા હતા. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ બંધની અસર જોવા મળી છે.
લોકો વિરોધ કરવા બેનરો સાથે રસ્તા પર ઉતર્યા હતા. જો કે સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત ક્યાંય બંધની અસર જોવા મળી નથી.જિલ્લામાં સવારથી જ બજારો ખુલ્લા છે. રાજકોટમાં થોડી માત્રામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે પણ ક્યાંય પ્રદર્શનના સમાચારો મળ્યા નથી.