GujaratMadhya Gujarat

ગુજરાતની સ્કૂલમાં છેલ્લી પાટલીએ વિધાર્થી-વિધાર્થીની ચુંબન કરતા હોય એવો વિડીયો વાઇરલ

ગુજરાતની એક સ્કૂલનો વિડીયો વાઇરલ થયો છે જેણે શિક્ષણજગતને શરમમાં મૂકી દીધું છે. પંચમહાલના મોરવા હડફની કે.એસ. હાઇસ્કૂલના ક્લાસમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની છેલ્લી બેન્ચ પર બેસીને એકબીજાને લિપ કિસ કરી રહયા હોય તેવો વિડીયો વાઇરલ થયો છે.

બંને વિદ્યાર્થી-વિધાર્થીની ક્લાસમાં અશ્લીલ હરકતો કરતા હતા અને તેનો વીડિયો વાયરલ કર્યો હતો. ક્લાસમાં અન્ય વિદ્યાર્થિનીઓ હાજર હતી તે સમયે જ આવી અશ્લીલ હરકતો કરતા તેઓ પણ શરમમાં મુકાઈ ગઈ હતી. વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીએ લગભગ 30 સેકન્ડ સુધી પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. આ વિડીયો વાઇરલ થઇ જતા શિક્ષણજગત ચોંકી ગયું છે.વાઇરલ થયેલા વીડિયોમાં કોઈ યુવક સેકન્ડ પણ ગણી રહ્યો છે.

પ્રિન્સિપાલ અશ્વિન પટેલે જણાવ્યું કે હું આ ઘટનાને વખોડી કાઢુ છું. 23 જાન્યુઆરીએ ધો-12ના ક્લાસમાં બ્રેક ના સમયે આ ઘટના બની હતી.વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પણ બોલાવ્યા હતા જેમાં માત્ર એક જ વિદ્યાર્થી આવ્યો હતો.કોઈ વાલીઓ આવ્યા ન હતા. જો કે વિદ્યાર્થીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.