ગુજરાતમાં સ્થિતિ ચિંતાજનક: આજે પણ કોરોના ના 5 નવા કેસ સામે આવ્યા, ટોટલ 18 કેસ
આખા વિશ્વ સહીત ભારતમાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે.ગુજરાતમાં પણ દરરોજ કેસમાં વધારો થઇ રહ્યો છે.રાજ્યમાં આજે કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. 4 જ દિવસમાં 18 પોઝિટિવ કેસ ગુજરાતમાં નોંધાઈ ચૂક્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે અમદાવાદમાં 7, ગાંધીનગર-3, કચ્છ-1,વડોદરા- 3, રાજકોટ-1 અને સુરતમાં 3 કેસ નોંધાયા છે. આ 18 પોઝિટિવ કેસના નામ જાહેર કરવામાં આવશે. જેથી તેમના સંપર્કમાં આવેલા લોકો જાતે જ ટેસ્ટ કરાવી શકે.
માહિતી મુજબ ગુજરાતમાંથી કુલ 273 સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં 18 કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે 253 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે.બેના રિપોર્ટ આવવાના હજુ બાકી છે. સરકારી કે ઘરમાં ક્વોરોન્ટાઇનમાં હોય તે લોકોએ ઓછામાં ઓછા 14 દિવસ ઘરમાં રહેવું અને જ્યાં સુધી ડોક્ટરો સૂચના ન આપે ત્યાં સુધી બહાર નીકળવું નહીં. ક્વોરેન્ટાઈનનો નિયમ ભંગ થશે તો તે લોકોએ જેલમાં જવું પડશે.