આ દેશે લોકડાઉન પણ ના કર્યું અને બજાર પણ બંધ ન કર્યું છતાં કોરોનાને હરાવ્યો, રીત જાણીને નવાઈ લાગશે
આપણે જાણીએ છીએ કે અત્યારે કોરોના વાયરસે દેશ-દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ચીન તેમજ દુનિયાના કેટલાય દેશને લોકડાઉન કરી દેવાયા છે અને ગઈકાલે રાત્રે પીએમ મોદીએ પણ ભારતને 21 દિવસ સુધી લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. આજે આપણે એ કે દેશની વાત કરીએ કે જે દેશ ચીનના વુહાન થી 1382 કિલોમીટર દૂર છે. પરંતુ આ દેશે કોરોના વાયરસને હરાવી દીધો. દેશના લોકોએ કોરોના ને હરાવવા માટે અનેક રીત અપનાવી હતી.
આ દેશનું નામ દક્ષિણ કોરિયા છે. આજે કોરોના ચેપગ્રસ્ત દેશોની યાદીમાં દક્ષિણ કોરિયા 8 મા ક્રમે છે. હજી સુધી અહીં ચેપના 9137 કેસ જોવા મળ્યા છે. 3500 થી વધુ લોકો સાજા થયા છે. 129 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે માત્ર 59 દર્દીઓ ગંભીર છે. 8-9 માર્ચે 8000 ચેપગ્રસ્ત લોકોના કેસ હતા. પરંતુ છેલ્લા બે દિવસમાં માત્ર 12 કેસ સામે આવ્યા છે. આ બાબત ચોંકાવનારી છે કે પહેલો કેસ મળ્યો ત્યારથી આજસુધી ત્યાં લોકડાઉન નથી કરવામાં આવ્યું.
દક્ષિણ કોરિયાના વિદેશ પ્રધાન કંગ યુંગ વાએ જણાવ્યું હતું કે પ્રારંભિક પરીક્ષણો અને વધુ સારી સારવારને કારણે કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થયો છે. આથી મોતના આંકડા પણ નીચે આવી ગયા. અમે 600 થી વધુ ટેસ્ટ માટે ના કેન્દ્રો ખોલ્યા. 50 થી વધુ સ્ટેશનો પર સ્ક્રીનીંગ કર્યું.રિમોટ ટેમ્પરેચર સ્કેનર અને ગળાની ખામીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ફક્ત 10 મિનિટનો સમય લાગ્યો હતો. એક કલાકમાં રિપોર્ટ્સ પ્રાપ્ત થયા, તેની ગોઠવણ કરવામાં આવી. દરેક જગ્યાએ અમે પારદર્શક ફોન બૂથને પરીક્ષણ કેન્દ્રમાં ફેરવી દીધું છે.
ચેપ તપાસવા માટે સરકારે મોટી ઇમારતો, હોટલો, પાર્કિંગ અને જાહેર સ્થળોએ થર્મલ ઇમેજિંગ કેમેરા લગાવ્યા, જેથી તાવથી પીડિત વ્યક્તિની તુરંત ઓળખ થઈ શકે. તાવ ચકાસ્યા પછી જ હોટલ અને રેસ્ટોરા ગ્રાહકને અંદર પ્રવેશવા દેતા હતા. દ.કોરિયાના નિષ્ણાતોએ લોકોને ચેપથી બચવા માટે કેવી રીતે હાથનો ઉપયોગ કરવો તે શીખવ્યું.
આ પદ્ધતિ ખૂબ નવી હતી. આમાં જો વ્યક્તિ જમણા હાથથી કામ કરે છે તો તેને મોબાઇલ ચલાવવાની, દરવાજાનું હેન્ડલ પકડવાની અને નાના-મોટા કામમાં ડાબા હાથનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી.એ જ રીતે ડાબા હાથથી કામ કરતા હોય એમને જમણા હાથનો ઉપયોગ કરવા કહેવામાં આવ્યું હતું. આ એટલા માટે છે કે કોઈ વ્યક્તિ રોજિંદા કાર્યો માટે જે હાથનો વધુ ઉપયોગ કરે છે, તે જ હાથ પહેલા ચહેરા પર પણ જાય છે. આ ટેક્નિક ખૂબ અસરકારક હતી.