Corona VirusIndia

દીવો પ્રગટાવવાને બદલે મોંમાંથી આગ ના ખેલ કરવા ગયો એમાં દાઢી સળગી ગઈ, વિડીયો વાયરલ

એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવક મોમાંથી આગ કાઢીને ખેલ બતાવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના રવિવારે ઉજ્જૈનમાં 9 વાગ્યે દીવો પ્રગટાવવાની સમયની છે, જેમાં મોં દ્વારા આગ ના કરતબો બતાવવા જતા યુવકની દાઢી સળગી ગઈ હતી.આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો છે.

આ ઘટના ઉજ્જૈનના ધાબા રોડ પર આવેલા ગબી હનુમાન મંદિર નજીક ની જણાવાઈ રહી છે જ્યાં એક યુવક મોંમાં જ્વલનશીલ પદાર્થ લઇને ખેલકરી રહ્યો હતો. એકવાર આગ કાઢ્યા પછી, યુવક બીજી વાર પ્રયત્ન કરે છે ત્યારે દાઢીમાં આગ લાગી જાય છે.

દાઢીમાં આગ લાગતાંની સાથે જ તે યુવક ગભરાઈ ગયો હતો અને તેણે આગને જાતે જ કાબુમાં લેવાની કોશિશ શરૂ કરી હતી. પરંતુ ચહેરા પર આગ ફાટી નીકળી હતી. તો કેટલાક લોકો દોડી આવ્યા હતા અને કોઈક રીતે યુવાનના ચહેરા પર લાગેલી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો.

જણાવી દઈએ કે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર દેશભરના લોકો ઘરની લાઇટ બંધ કરીને દિપક, ફ્લેશલાઈટ થકી કોરોના વોરિયર્સને ધન્યવાદ આપી રહયા હતા.આવી સ્થિતિમાં ધાર્મિક નગરી ઉજ્જૈનનાં લોકો પણ દીવડાઓ પ્રગટાવી રહ્યા હતા. જો કે ગેબી હનુમાન મંદિર નજીક રવિવારે રાત્રે 9 વાગ્યે એક યુવકે સર્કસ જેવા ખેલ ચાલુ કરતા દાઝી ગયો હતો.