ગુજરાતમાં અને ખાસ કરીને અમદવાદમાં કોરોના માં કેસ દિવસે ને દિવસે વધી રહયા છે. ગુજરાતની જનતાની સેવામાં છેલ્લા એક મહિનાથી ખડેપગે રહેલી પોલીસ પણ હવે કોરોના સંક્રમિત થઇ ગઈ છે. અમદાવાદમાં ઘણા પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.પરંતુ આ પોલીસકર્મીની દયનિય હાલત જણાવતી એક ફરિયાદ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.આમ તો ગુજરાત સરકાર કહે છે કે રાજ્યમાં હજારો બેડની વ્યવસ્થા થઇ ચુકી છે અને જનતાએ ચિંતા કરવાની જરૂર નથી પણ પોલીસકર્મી ની ફરિયાદ જોઈને તમે ચોંકી જશો.

અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડકોન્સ્ટેબલ રાજેશભાઇ અમરસિંહ મકવાણાદ્વારા અમદાવાદ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં રૂપાણી સરકારના દાવાઓને જાણે પડકારવામાં આવ્યા હોય તેવા ખુલાસા થયા છે. રાજ્ય સરકારે કોરોનાના દર્દીઓ માટે હજારો બેડ તૈયાર કર્યા છે તેવી વાતો તોતમે સાંભળી જ હશે પણ આ પોલીસકર્મીએ એમ ફરીયાદમાં લખાવ્યું છે કે તેઓ કોરોના પોઝીટીવના દર્દી છે તેમને વોર્ડ નં. સી-5માં દાખલ કરવામાં આવ્યાં છે. તેમની સાથે અન્ય પોલીસ કર્મી નરેન્દ્રસિંહ બહાદુરસિંહ પણ છે.
તેમણે ફરિયાદમાં લખ્યું છે કે બન્ને ને જે વોર્ડમાં રાખવામાં આવ્યાં છે ત્યાં હજુ સુધી બેડ ફાળવવામાં આવ્યા નથી. અને જમીન પર પથારી આપેલ છે. મતલબ જે જમીન પર જ સુવડાવ્યા છે અને કોઈ પંખાની પણ સુવિધા નથી.
જો સરકાર પોલીસકર્મીને પણ સેવા ન આપી શકે તો આમ જનતાનું શું થતું હશે? ગુજરાત સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો અને કરોડોના બજેટ ફાળવવામાં આવ્યા છે પણ પોલીસકર્મી ની આ ફરિયાદે પોલ ખોલી નાખી હોય તેવું લાગી રહ્યું છે. હાલ આ ફરિયાદ ની નકલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે જેમાં કેટલું સત્ય છે એ જાણવાનો પ્રયાસ થઇ રહ્યો છે.