Corona VirushealthIndia

મે સુધીમાં ભારતમાં જ બનશે ટેસ્ટ કીટ, દરરોજ 1 લાખ ટેસ્ટ થશે : સ્વાસ્થ્ય મંત્રી

કોરોના વાયરસ ના ટેસ્ટ માટે ની કીટ ભારતે ચીનમાંથી મંગાવી હતી પણ તેમાં ગડબડ સામે આવી હતી. આ પછી ભારતે જાતે જ ટેસ્ટ કીટ બનાવવાનું કામ શરૂ કર્યું છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન દ્વારા મંગળવારે આ મુદ્દે સમીક્ષા બેઠક યોજી હતી. આરોગ્યમંત્રીએ કહ્યું કે ટૂંક સમયમાં જ આપણે અહીંયા ટેસ્ટ કીટ બનાવીશું અને પછી દરરોજ એક લાખ ટેસ્ટ થશે.

ડૉ.હર્ષ વર્ધને બાયો ટેકનોલોજી વિભાગ સહિત અન્ય સંસ્થાઓ સાથે ચર્ચા કર્યા પછી આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આપણા વૈજ્ઞાનિકો બાયોટેકનોલોજીના નિષ્ણાંતોએ પણ રસી બનાવવાનું કામ શરૂ કર્યું છે. કેન્દ્રીય આરોગ્યમંત્રીએ કહ્યું કે આપણે મે મહિના સુધીમાં ભારતમાં આરટી-પીસીઆર, ટેસ્ટિંગ કીટ બનવવામાં સફળ થઈશું. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, ભારતીય તબીબી સંશોધન પરિષદની મંજૂરી લીધા પછી જ ઉત્પાદન શરૂ થશે. 31 મે સુધીમાં દેશમાં રોજ એક લાખ ટેસ્ટ થઇ શકશે.

કોરોના વાયરસને ઓળખવા માટે ટેસ્ટિંગ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અત્યારે ભારતમાં દરરોજ 40 થી 50 હજાર ટેસ્ટ કરવામાં આવે છે તેની ક્ષમતામાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે. મંગળવારે સવાર સુધીમાં દેશમાં 7 લાખથી વધુ કોરોના વાયરસ ના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે ભારતે ગયા મહિને ચીનથી લગભગ 5 લાખ ટેપિડ ટેસ્ટ કીટ મંગાવવામાં આવી હતી, પરંતુ અપેક્ષા મુજબ પરિણામ આવ્યા નથી. જે બાદ ઘણા રાજ્યોએ કેન્દ્ર સરકારને ફરિયાદ કરી હતી. ત્યારબાદ આઇસીએમઆર દ્વારા ચીની ટેસ્ટિંગ કીટનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને અગાઉની પ્રક્રિયા ચાલુ રાખવા જણાવ્યું હતું.