ટ્રમ્પે આપ્યો દગો: નરેન્દ્ર મોદી પહેલા નેતા જેને White House ના ટ્વીટર એકાઉન્ટ પરથી Unfollow કરવામાં આવ્યા
કોરોના વાયરસે દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે અમેરિકા જેવા દેશ પણ આ મહામારીમાં બાકાત રહ્યા નથી. અમેરિકાએ દવા માટે પણ ભારતની મદદ માગવી પડી હતી ત્યારે ભારતે અમેરિકાને મદદ કરી હત ત્યારે અમેરિકાનો ભારત પ્રત્યે પ્રેમ છલકાયો હતો. અમેરિકાના વ્હાઇટ હાઉસ ના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત છ ટ્વિટર હેન્ડલ ને ફોલ્લો કરવામાં આવ્યા હતા. કદાચ પહેલીવાર કોઈ નેતા ને આ રીતે ફોલો કરાતા વિશ્વએ તેની નોંધ લીધી હતી.
પણ આજે અચાનક અમેરિકાએ રંગ બદલ્યો અને પીએમ નરેન્દ્ર મોદી સહીત ભારતના 6 ટ્વીટર એકાઉન્ટને અનફોલો કરી દીધા હતા.જ્યારે ભારતે કોરોના વાયરસ સામે લડવા માટે હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન આપવાનું નક્કી કર્યું ત્યારે 10 એપ્રિલના દિવસે વ્હાઇટ હાઉસના ટ્વિટર હેન્ડલ દ્વારા નરેદ્ન્ર મોદી સહીત ઘણા ભારતના ટ્વીટર એકાઉન્ટ ને ફોલો કરવામાં આવ્યા હતા.
ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, PMO ઇન્ડિયા, રાષ્ટ્રપતિ ભવન, અમેરિકામાં ભારતીય દૂતાવાસ અને ભારતમાં અમેરિકન દૂતાવાસ, ભારતમાં યુએસ એમ્બેસેડર કેન જસ્ટર ને ફોલો કરવામાં આવ્યા હતા. આ બદ ભારતીય ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયામાં આને ઐતિહાસિક ઘટના ગણાવી હતી પણ આજે જયારે અમેરિકા એ રંગ બદલ્યો છે ત્યારે સૌ કોઈ ચોંકી ગયા છે.
અગાઉ વ્હાઈટ હાઉસ દ્વારા કુલ 19 એકાઉન્ટ ને ફોલો કરવામાં આવતા હતા જેમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રેમ્પ તેમજ અમેરિકાના નેતાઓ અને સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ હતા. જો કે, આજે વ્હાઇટ હાઉસે આ તમામ ટ્વિટર હેન્ડલને અનફોલો કર્યા છે અને યુએસ કેબિનેટ, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલા લોકોના એકાઉન્ટ ને જ ફોલો કરાયા છે. જણાવી દઈએ કે વ્હાઇટ હાઉસ હવે ફક્ત 13 ટ્વિટર એકાઉન્ટ ને જ ફોલો કરે છે.
નોંધપાત્ર વાત એ છે કે ભારતે યુએસને મોટી સંખ્યામાં હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન દવાઓ આપી છે, ફક્ત યુનાઇટેડ સ્ટેટ્સ જ નહીં પરંતુ વિશ્વના ઘણા મોટા દેશોએ પણ આ દવા ભારત દ્વારા આપવામાં આવી છે. જો કે, તાજેતરમાં અમેરિકાથી એક અહેવાલ બહાર આવ્યો હતો કે કોરોના સામેની લડતમાં હાઈડ્રોક્સિક્લોરોક્વિન એટલી અસર બતાવી નથી જેટલી અપેક્ષિત હતી.