ગુજરાતના આ 9 જિલ્લાઓ સહીત દેશના 130 જિલ્લાઓ રેડ ઝોન જાહેર કરાયા, આ જિલ્લાઓમાં લોકડાઉન હટશે કે નહીં જાણો

કોરોના વાયરસ ની મહામારી એ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે દેશના જુદા જુદા જિલ્લાઓની પરિસ્થિતિ અનુસાર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તેમને ત્રણ ઝોનમાં વહેંચવાનું કામ કર્યું છે. 3 મેના રોજ લોકડાઉન સમાપ્ત થાય છે ત્યારે હવે જિલ્લાઓ ને રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન થી ઓળખવામાં આવશે.આરોગ્ય મંત્રાલયે જારી કરેલા નિયમો અનુસાર જો જિલ્લામાં 21 દિવસ સુધી કોરોના વાયરસનો કોઈ નવો કેસ ન આવે તો તે ગ્રીન ઝોનમાં આવી જશે. અગાઉ આ સમય 28 દિવસનો હતો.

લોકડાઉન સમાપ્ત થયા પછી આ યાદીમાં 130 જિલ્લાઓને રેડ ઝોન, 284 ઓરેંજ ઝોન અને 319 જિલ્લાઓને ગ્રીન ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે.દેશના આ 130 જિલ્લામાં 3 મે પછી પણ કડક પ્રતિબંધ લાગુ રહેશે. સ્વાસ્થ્ય મંત્રાલયે સાથે કહ્યું છે કે રિકવરી રેટ પણ વધ્યો છે.

ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ,સુરત , વડોદરા,આણંદ,બનાસકાંઠા, પંચમહાલ,ભાવનગર,ગાંધીનગર,અરવલ્લી જિલ્લાઓને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. રેડ ઝોન નો મતલબ એ છે કે ત્યાં કેસની સંખ્યા ખુબ મોટા પ્રમાણમાં છે. રેડઝોનમાં લોકડાઉન હત્વના કોઈ સંકેત દેખાઈ રહયા નથી જેથી 3 મેં બાદ કોઈ છૂટ મળવાની નથી.

ઓરેન્જ ઝોન ની વાત કરીએ તો ગુજરાતમાં રાજકોટ,ભરુચ,બોટાદ, નર્મદા, છોટાઉદેપુર,મહીસાગર, મહેસાણા, પાટણ,ખેડા,વલસાડ, દાહોદ,કચ્છ,નવસારી, ગીર સોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર, સુરેન્દ્રનગર નો ઓરેન્જ ઝોનમાં સમાવેશ થાય છે.

ગ્રીન ઝોનમાં અમરેલી, મોરબી,પોરબંદર, જૂનાગઢ,દેવભૂમિ દ્વારકા નો સમાવેશ થાય છે.સૂત્રોને જણાવ્યા મુજબ ગ્રીન ઝોનમાં આંશિક છૂટછાટ આપવામાં આવી શકે છે. આમ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એડ્વાઇઝરી પ્રમાણે ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં, 19 જિલ્લા ઓરેન્જ ઝોનમાં અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં આવે છે. ગ્રીન ઝોનને ઓરેન્જ કરતા વધુ આંશિક રાહત મળી શકે છે.