સુરતથી સૌરાષ્ટ્ર જવું હોય એમના માટે સરકારે મોટી જાહેરાત કરી, પણ જો ગયા તો આટલા મહિના સુરતમાં પાછા નહીં આવી શકો
ગુજરાતમાં કોરોના ના કેસ વધી જ રહયા છે ત્યારે આજે ભાવનગરમાં એકસાથે નવા 17 કેસ સામે આવતા રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 5449 પર પહોંચ્યો છે અને 290 લોકોના મોત થઇ ચુક્યા છે. સુરતમાં રહેતા ઘણા લોકો પોતાના વતન સૌરાષ્ટ્ર જવા કેટલાય સમયથી માંગ કરી રહ્યા હતા તેમના માટે સારા સમાચાર આવ્યા છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ ને વતન મોકલવા માટે વિચારણા ચાલી રહી છે.તેમને વતન જવાની મંજૂરી અપાય ત્યારે તેમનું સ્ક્રિનિંગ કરવામાં આવશે.પોતાના વતન પહોંચ્યા પછી પણ તેમનું ટેસ્ટિંગ કરવામાં આવશે. આ સાથે તેમણે ત્યાં 14 દિવસ ક્વોરેન્ટાઇન રહેવું પડશે અને એક મહિનો પોતાના વતનમાં જ રોકાવું પડશે.
અશ્વિની કુમારે જણાવ્યું કે સુરતના મૂળ સૌરાષ્ટ્રના રત્નકલાકારો પણ વતન જવા ઈચ્છે છે. આ બાબતે વિચારણા ચાલી રહી છે. જો કે વતન ગયેલા લોકોને કારણે સંક્ર્મણ ગામોમાં ન ફેલાય તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે. સુરતથી સૌરાષ્ટ્ર જનારાને 14 દિવસ ફરજિયાત હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે. 14 દિવસના ક્વોરન્ટાઈન બાદ પણ એક મહિનો સૌરાષ્ટ્ર્ જ રહેવું પડશે. એટલે કે દોઢ મહિના સુધી તેઓ સુરત પરત નહીં જઈ શકે.
આજે પણ ગુજરાતમાંથી પરપ્રાંતીયો ને ટ્રેન દ્વારા પોતાના વતન મોકલવામાં આવ્યા છે. આજે આઠ ટ્રેનો દ્વારા 9600 લોકોને વતન મોકલાશે તેવું અશ્વિની કુમારે જણાવ્યું હતું. ત્રણ દિવસમાં 18 ટ્રેનો રવાના કરાઈ છે.21,500 લોકો પોતાના વતન ગયા છે.