AhmedabadBjpCongressCorona VirusGujaratPolitics

કોંગ્રેસે ભાજપ સરકાર પર લગાવ્યો મોટો આરોપ, કહ્યું આ કારણે ગુજરાતમાં ફેલાયો કોરોના

દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ગુજરાત તે રાજ્યોમાં શામેલ છે જ્યાં કોરોના ના કેસ બેકાબુ રીતે વધી રહયા છે. દરમિયાન ગુજરાતમાં પણ કોરોનાને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમના કારણે ગુજરાતમાં કોરોના ફેલાયો છે જેની તપાસ થવી જોઈએ.

ગુજરાતમાં કોરોનાના સતત વધતા જતા કેસ બાદ કોંગ્રેસે 24 ફેબ્રુઆરીએ અમદાવાદમાં યોજાયેલા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ માટે વિજય રૂપાણી સરકારને આડેહાથ લીધી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આરોપ લગાવ્યો છે કે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમના કારણે રાજ્યમાં કોરોના ફેલાયો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ અંગે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવશે. અરજીમાં કાર્યક્રમની ન્યાયિક તપાસની માંગ કરવામાં આવશે.

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સમિતિ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન સામે તપાસની માંગ કરવામાં આવશે. જાન્યુઆરીના પહેલા અઠવાડિયાથી ભારત સરકાર કોરોનાની ગંભીરતાથી વાકેફ હતી, સાવચેતીનાં પગલાં કેમ નહીં લેવાયા હોય?