ગોધરામાં કોરોનાથી સાજા થયેલા દર્દી સામે જ પોલીસે ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા, કારણ જાણશો તો ચોંકી જશો

ગુજરાત સહીત દેશમાં કોરોનાનો કહેર લાગી ગયો છે.આ ગંભીર બીમારીના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે.કેસ ઓછા થવાનું નામ નથી લેતા.આરોગ્યખાતું અને પોલીસખાતું આ મહામારી સામે છેલ્લા કેટલાય સમયથી ખડેપગે છે.આ મહામારી સામે લડવા સરકારે સમગ્ર દેશ પર લોકડાઉન લાદી દીધું છે.તમને જણાવી દઈએ કે રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધારે સંખ્યામાં કોરોનાના દર્દીઓ છે અને કેસ વધી રહ્યા છે જયારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આ મહામારીએ માઝા મૂકી છે રાજ્યના ઘણા વિસ્તારોમાં આ કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે.

                                                                                                                        પ્રતીકાત્મક તસ્વીર 

તમને જણાવી દઈએ કે વડોદરા શહેરમાં આવેલી ગોત્રી હોસ્પિટલમાં ગોધરાનો એક દર્દી ઇકબાલ બડંગા કે જે કોરોનાનો દર્દી હતો પરંતુ તે આ મહામારી સામે જન ગ જીતીને સાજો થઇ ગયો છે.કોરોના મુક્ત થયા બાદ ગોધરામાં આ દર્દીને આવકારવા માટે ટોળા એકત્ર થઇ ગયા હતા.જેથી ગોધરા બી-ડિવિઝન પોલીસે કોરોના મુક્ત થયેલા આ દર્દી સહિત 11 લોકોની ઓળખ કરીને અન્ય 50 થી 60 લોકોના ટોળા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે ગોધરાના કોરોનાગ્રસ્ત દર્દી એવા ઇકબાલ યુસુફ બડંગાની વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં છેલ્લા થોડા સમયથી સારવાર ચાલી રહી હતી. આ સારવાર દરમિયાન તે ફરીથી સાજો થઇ જતા શુક્રવારે ઇકબાલને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જેથી આ દર્દીના પરિવારજનો તેને લઇને છેક મોડી રાત્રે ગોધરા પહોંચ્યા હતા.અને આ જ સમયે અબરાર મસ્જિદ પાસે જ દર્દીને લેવા એટલેકે એનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં ટોળા એકત્ર થઇ ગયા હતા. અને દર્દીને લઇને આખું ટોળુ તેના ઘર તરફ ગયું હતું.

આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં ગોધરા બી-ડિવિઝન પોલીસે આ કોરોના મુક્ત થયેલા ઇકબાલ યુસુફ બડંગા, અનસ પિત્તલ, આરીફ ઉમરજી, રજાક કલંદર, ઇલ્યાસ દાવલા, કાસીમ અસલા, સઇદ બદામ, સાહિદ ઉમરજી, ચટપટીવાળો બુમલો, મોહસીન હનીફ કઠડી, સીદીક અબ્દુલ સલામ ભોયુ સહિત ટોટલ 50 થી 60 લોકોના ટોળા સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને આ તમામ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.