ગુજરાત ભાજપના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું ધારાસભ્ય પદ રદ્દ થશે? હાઇકોર્ટે ચૂંટણીની જીતને ગેરકાયદે ગણાવી
ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી જીત મેળવનાર ભાજપ દિગ્ગ્જ નેતા અને હાલના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ને હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. વર્ષથી આ મામલે સુનાવણી થતી હતી જેમાં આજે ગુજરાત હાઈકોર્ટે ચૂદાકો આપ્યો હતો. ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિરૂધ્ધમાં ચુકાદો આવ્યો જેથી તેમનું ધારાસભ્ય પદ રદ્દ થશે કે કેમ તે જોવું રહ્યું. ફરિયાદી કોંગ્રેસના ઉમેદવારની કોર્ટમાં જીત થઇ છે.
કેસની વાત કરીએ તો 2017 વિધાનસભા ચૂંટણીમમાં ધોળકા બેઠક પર ભુપેન્દ્રસિંહ 327 મતોની સરસાઇથી જીત્યા હતા. તેમની સામે અશ્વિન રાઠોડે આક્ષેપ કર્યો હતો કે મત ગણતરીમાં બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિ કરવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવાર નો આરોપ હતો કે પોસ્ટલ બેલેટ દ્વારા મળેલા મતની ગણતરીમાં ધોળકાના ડેપ્યુટી કલેક્ટર અને રિટર્નિંગ ઓફિસર ધવલ જાનીએ ગડબડ કરી હતી.
આ વાત ધવલ જાની એ સ્વીકારતા કોર્ટે તેની ગંભીર નોંધ લીધી હતી અને તેનું પ્રમોશન પણ પાછું ખેંચ્યું હતું.જો કે આજે ચુકાદો ચુડાસમા વિરુદ્ધ આવતા હવે તેમનું ધારાસભ્ય પદ પણ રદ્દ થશે તેવું જાણકારો કહી રહયા છે, જણાવી દઈએ કે તેઓ હાલ રાજ્ય સરકારમાં શિક્ષણમંત્રી તરીકે પણ ફરજ બજાવે છે.