કોરોના વાયરસનું વધુ એક ખતરનાક લક્ષણ સામે આવ્યું, WHO એ આપી ચેતવણી
દરરોજ કોરોના વાયરસના નવા લક્ષણો બહાર આવી રહ્યા છે. એનએચએસ (રાષ્ટ્રીય આરોગ્ય સેવા) એ શરૂઆતમાં ઉધરસ અને તાવને તેના મુખ્ય લક્ષણો તરીકે વર્ણવ્યાં હતાં. પરંતુ હવે આ લિસ્ટમાં એક નવું જ લક્ષણ ઉમેરવામાં આવ્યું છે. નિષ્ણાતોએ દાવો કર્યો છે કે કોરોનાથી ચેપગ્રસ્ત વ્યક્તિને બોલવામાં પણ ઘણી મુશ્કેલીઓ થઇ શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે કોરોના પોઝિટિવ વ્યક્તિને બોલવામાં ઘણી મુશ્કેલી થઇ શકે છે. જો કોઈ વ્યક્તિ આવા લક્ષણો જોવે તો તેણે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. WHO દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘કોવિડ -19 દર્દીઓમાં શ્વાસની તકલીફ હોય છે. જો તે નિષ્ણાત દ્વારા અપાયેલી માર્ગદર્શિકાને યોગ્ય રીતે પાલન કરશે તો નિશ્ચિતપણે તે કોઈ પણ સારવાર વગર જ સ્વસ્થ થઇ જશે. ફક્ત ગંભીર કિસ્સાઓમાં ડોક્ટર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવાની જરૂર છે.
નિષ્ણાંતોએ કહ્યું કે જરૂરી નથી કે કોરોનાના બધા દર્દીઓને બોલવામાં અથવા વાતચીતમાં મુશ્કેલી આવે. અન્ય લક્ષણોની જેમ આ લક્ષણો પણ છુપાયેલા હોઈ શકે છે અથવા લાંબા સમયે સામે આવી શકે છે. જ્યારે તમે કોઈ વ્યક્તિ આવા લક્ષણો જોવે તો તેમણે કાળજી રાખવી જોઈએ.બોલવામાં મુશ્કેલી એ તબીબી અથવા માનસિક પરિસ્થિતિઓનું નિશાની હોઈ શકે છે. આ પહેલા પણ જ્યારે ડોકટરોએ સ્વાદમાં ઘટાડો અને કાનમાં દબાણ જેવા લક્ષણો જાહેર કર્યા હતા.
આ અઠવાડિયાની શરૂઆતમાં, ઓક્સિજન અને લા ટ્રોબ યુનિવર્સિટી (મેલબોર્ન) ના સંશોધકોએ કોરોના દર્દીઓમાં ‘સાયકોસિસ’ ની સમસ્યા જાહેર કરી હતી. સંશોધનનાં વડા એલી બ્રાઉને, તેના અભ્યાસમાં સ્પષ્ટ કહ્યું હતું કે કોવિડ -19 માં માનસિક તાણનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે.
આ જ કારણ છે કે કોવિડ-19 ના ઘણા દર્દીઓ બોલવાની, સાંભળવા અથવા સ્વાદ ઓળખવાની શક્તિ ગુમાવે છે. લોકોમાં મનોરોગની તપાસ માટે વૈજ્ઞાનિકોએ એમઇઆરએસ અને સાર્સ વાયરસનું પરીક્ષણ કર્યું હતું.
કાનમાં દબાણ, સ્વાદ ઓળખવામાં અસમર્થતા અથવા બોલવામાં તકલીફ થાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આ ફક્ત કોરોના દર્દીઓનું જીવન બચાવશે નહીં, પરંતુ તેને ફેલાવવાથી પણ અટકાવશે.નિષ્ણાતો કહે છે કે જ્યાં સુધી કોરોના વાયરસની રસીની શોધ ન થાય ત્યાં સુધી આ રોગચાળા અંગેની જાગૃતિ એ બચવાનો સૌથી મોટી ઉપાય છે.