Corona VirusGujarat

કોરોનાને લઈને ખુશ ખબર : ગુજરાતના આ 8 જિલ્લાઓ થઈ શકે છે કોરોનામુક્ત…

રાજી સહિત સમગ્ર દેશ કોરોનની મહામારી સામે જજૂમી રહ્યો છે.કોરોનાએ કેટલાય કરોડોનું આર્થિક નુકસાન કર્યું છે અને કેટલાય લોકોના જીવ પણ લઈ લીધા છે. કોરોનાની મહામારી સામે લડવા સરકાર પણ પોતાનાથી બનતા તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે.અહી ઉલ્લેખનીય છે કે પોલીસ અને આરોગ્ય ખાતું પણ આ કોરોનની લડાઈમાં કેટલાય સમયથી ખડેપગે છે. કોરોનાની મહામારીને પગલે સરકારે પણ રાજ્ય સહિત સમગ્ર દેશભરમાં લોકડાઉન લાદી દીધું હતું. અહી ઉલ્લેખનીય છે કે અત્યારે લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહયો છે અને આ તબક્કામાં સરકારે આર્થિક નુકસાનને લઈને અને લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખીને હળવી છૂટછાટ પણ આપી છે.

અહી વાત કરશું કોરોના વિષે, તમને જણાવી દઈએ કે અત્યારે ગુજરાતમાં ફક્ત ડાંગ જિલ્લો જ કોરોના મુક્ત રહ્યો છે, ડાંગ જીલ્લામાં કોરોનાના 2 પોસિટિવ કેસ હતા જે રિકીવર થઈ જતાં હવે જઈને ડાંગ જિલ્લો કોરોના મુક્ત થયો છે.

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે, આ વચ્ચે જ ગુજરાતીઓ માટે એક રાહતના સમાચાર એ છે કે, રાજ્યમાં આઠ જિલ્લા એવાં છે કે જ્યાં કોરોનાના એક્ટિવ કેસ 5 કે એના કરતાં વધારે નથી. તો આવી સ્થિતિમાં આ જિલ્લાઓ આવનારા ટૂંક સમયમાં ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે અત્યારે ગુજરાતમાં ફક્ત ડાંગ જિલ્લો જ કોરોના મુક્ત રહ્યો છે, ડાંગ જીલ્લામાં કોરોનાના 2 પોસિટિવ કેસ હતા જે રિકીવર થઈ જતાં હવે જઈને ડાંગ જિલ્લો કોરોના મુક્ત થયો છે. તેમજ ડાંગ જીલ્લામાં ઘણાં દિવસથી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

આરોગી વિભાગે આપેલા આંકડા અનુસાર તમને જણાવી દઈએ કે ગુજરાતમાં મોરબીમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, છોટાઉદેપુરમાં 1, પોરબંદરમાં 2, નર્મદામાં 2, અમરેલીમાં 4, તાપીમાં 4 અને પંચમહાલમાં પાંચ એક્ટિવ કેસો છે.અહી ઉલ્લેખનીય છે કે જો આ જિલ્લાઓમાં નવા કોઈ કેસ નહીં નોંધાય, તો આ જિલ્લાઓ ટૂંક જ સમયમાં કોરોનામુક્ત થઈ શકે છે.સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે અગાઉ તાપી, નવસારી, નર્મદા, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર અને ભરુચ જિલ્લા સંપૂર્ણપણે કોરોનામુક્ત બન્યા હતા. પરંતુ, આ જિલ્લામાં હાલ, કોરોનાની ફરીથી એન્ટ્રી થઈ છે.

તમને જણાવી દઈએ કે ડાંગ સિવાય બોટાદ જિલ્લો પણ કોરોનામુક્ત થયો હોવાનું જિલ્લા પ્રશાસન દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જિલ્લામાં કુલ 56 જેટલા કેસ હતા જેમાં 1 દર્દી નું મોત આ કોરોનમાં થયેલ છે અને ગઈકાલ સુધીમાં બાકીના તમામ 55 દર્દીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જોકે, ગુજરાત સરકારની અખબારી યાદી પ્રમાણે હજી પણ એક એક્ટિવ કેસ આ જીલ્લામાં બતાવે છે.