GujaratIndia

1 જૂને કેરળ, 8 જૂને મુંબઈ તો ગુજરાતમા ક્યારે વરસાદનું આગમન થશે જાણો

મે મહિનાના અંત સાથે જ ઘણા રાજ્યોમાં ગરમીથી રાહત મળે તેવી સંભાવના છે. ટૂંક સમયમાં ચોમાસાના આગમન ના એંધાણ દેખાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પ્રથમ ચોમાસુ કેરળમાં પ્રવેશ કરશે. 1 જૂને કેરળમાં ચોમાસુ પ્રવેશ કરશે તેવું કહેવામાં આવી રહ્યું છે. એટલે કે મે મહિનાના અંતમાં કેરળમાં ચોમાસાનો વરસાદ શરૂ થશે. દિલ્હી પહોંચવામાં સમય લાગી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ચોમાસાની એન્ટ્રી 25 થી 30 જૂન વચ્ચે હોવાની સંભાવના છે.

ભારતના હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ચક્રવાતી સ્થિતિની સ્થિતિને કારણે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 1 જૂને કેરળમાં પ્રવેશી શકે છે. આ અગાઉ હવામાન વિભાગે 15 મેના રોજ જાહેર કરેલી આગાહીમાં કહ્યું હતું કે 5 જૂને ચોમાસુ આવશે. તે ચોમાસાની સામાન્ય તારીખ કરતા 4 દિવસ પછી છે.

કેરળમાં ચોમાસું સામાન્ય રીતે 1 જૂન શરુ થતું હોય છે. જો કે બંગાળની ખાડી ઉપર ચક્રવાતની સ્થિતિના નિર્માણને કારણે ચોમાસાની પ્રગતિ મદદ કરે તેવી સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે 31 મેથી 4 જૂન દરમિયાન દક્ષિણપૂર્વ અને નજીકના પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થઈ શકે છે. આ સ્થિતિ 1 જૂને કેરળમાં ચોમાસું લાવવા માટે અનુકૂળ છે. હવામાન વિભાગ જણાવ્યા મુજબ આ વર્ષે દેશમાં સામાન્ય વરસાદ થશે.

આગળ જતા 5 જૂને ગોવા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, આસામ અને ઉત્તરપૂર્વ રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી થઇ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 જૂને ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પ્રવેશી શકે છે. આ ઉપરાંત ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગ,, ઓડિશા, ઝારખંડ અને બિહારમાં ચોમાસાની સંભાવના 15 સુધી પહોંચવાની સંભાવના છે.