Corona Virus

આરોગ્યસેતુ એપની મદદથી લાખો રૂપિયા કમાવવાનો મોકો, આવુ કરો તો સરકાર જ આપશે રૂપિયા..

અત્યારે રાજ્ય સહિત સમગ્ર દેશ કોરોના સામે જજૂમી રહ્યો છે સરકાર પણ પોતાનાથી બનતા તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે. એને પગલે દેશભરમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું અને કોરોનાની માહિતી માટે અને કોરોના વાયરસના દર્દીઓને ટ્રેક કરવા માટે ભારત સરકારે થોડા સમય પહેલા જ આરોગ્ય સેતુ એપ લૉન્ચ કરી હતી. તમને જણાવી દઈએ કે ગણતરીના સમયમાં જ આ એપને ઘણીબધી લોકપ્રિયતા મળી ગઈ છે.

પરંતુ આ જ દરમિયાન પાછલા કેટલાંક દિવસોથી આ એપની પ્રાઇવસી પોલીસી ને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે.અહી ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ એપની પ્રાયવસી પર સવાલ ઉઠાવ્યા હતા. તો ત્યાં હવે પબ્લિકની ડિમાન્ડ પર આ એપના સોર્સ કોડને હવે પબ્લિક કરી દેવામાં આવ્યાં છે. જો કે સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે હાલ ફક્ત એન્ડ્રોઇડ વર્ઝનને ઓપન સોર્સ કરવામાં આવ્યાં છે.અહી ઉલ્લેખનીય છે કે iOS અને KaiOS વર્ઝનનો સોર્સ કોડ પછીથી જારી કરવામાં આવશે.

તો વિપક્ષના અને અમુક લોકોના આ ઉઠતાં સવાલોની વચ્ચે જ કેન્દ્ર સરકારે આરોગ્ય સેતુ એપમાં બગ શોધવા માટે એક બગ બાઉંટી પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. તમને જણાવી દઈએ કે આ પ્રોગ્રામ અંતર્ગત આરોગ્યસેતુ એપમાં ખામી શોધનારને સરકાર ચાર લાખ રૂપિયા સુધીનું ઇનામ આપશે. તમને જણાવી દઈએ કે આ ઇનામી રકમને કુલ ચાર કેટેગરીમાં વિભાજીત કરવામાં આવી છે.

સરકાર ધ્વારા જાહેર કરેલ આ યોજના ને અનુલક્ષીને સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જો આ આરોગ્ય સેતુ એપને લઇને કોઇના મનમાં કોઇ પણ સવાલ કે કોઇ ખામી કે કોઇ સૂચન હોય તો તેમનું સ્વાગત છે. અહી ઉલ્લેખનીય છે કે આરોગ્ય સેતુમાં સેફ્ટીની ત્રણ કેટેગરીમાં એક-એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તો સાથે જ કોડમાં સુધાર માટે સૂચન આપવા પર એક લાખનું ઇનામ સરકાર ધ્વારા આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે બાઉંટી પ્રોગ્રામમાં હિસ્સો લેનારા લોકોને એપનો ઓપન સોર્સ રિસર્ચ કમ્યુનિટી માટે ઉપલબ્ધ કરાવો પડશે. જે અંતર્ગત યુઝર્સ અને રિસર્ચર્સ એપની પ્રાઇવસી અને સુરક્ષાની કમીની જાણકારી આપી શકે છે. અહીં યલલેખનીય છે કે તેમાં ખામી મળી આવે તો તેને as-bugbounty@nic.in પર કન્ફર્મ કરાવાની રહેશે અને Security Vulnerability Report ની સબ્જેક્ટ લાઇન સાથે તેને મોકલવાનું રહેશે.

અહી ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણની મહામારી સામે લડવાના એક ભાગરૂપે રોકવા માટે ભારતમાં સરકાર ધ્વારા 2 એપ્રિલ 2020ના રોજ આરોગ્ય સેતુ એપ લૉન્ચ કરવામાં આવી છે. આ એપ તમને જણાવે છે કે તમારી આસપાસ કોઇ કોરોના સંક્રમિત વ્યક્તિ છે કે નહી. તમને જણાવી દઈએ કે આ એપમાં કોરોના સાથે સંબંધિત અનેક મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે.સૌથી મહત્વની વાત એ છે કે આ એપને અત્યાર સુધી ટૂંક જ સમયમાં 11 કરોડથી વધુ લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે.