Ahmedabad

સિવિલની ઘોર બેદરકારી : પરિવારે અંતિમ સંસ્કાર કર્યા પછી હોસ્પિટલમાંથી ફોન આવ્યો “દર્દીનો રિપોર્ટ નેગેટિવ છે લઈ જાઓ”

ગઈ કાલે જ અમદાવાદ સિવિલની એક બેદરકારી સામે આવી હતી એ દરમિયાન આજે પણ અમદાવાદ સિવિલની આજે એક ઘોર બેદરકારી સામે આવી છે. તમને સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો એક કોરોનાના દર્દીને દાખલ કર્યો હતો અને કોરોનાના કારણે તેનું મોત થયું છે એવું કહીને દર્દીનો મૃતદેહ પરિવારને સોંપ્યો હતો. પરંતુ અહી વિચિત્ર વાત એ છે કે પરિવારે અંતિમવિધિ પતાવી દીધી અને પછી સિવિલમાંથી પરિવારજનોને ફરીથી ફોન આવે છે અને કહેવામા આવે છે કે, દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને વધુમાં સિવિલ હોસ્પીટલમાંથી એવું પણ કહેવામા આવ્યું કે તેમને જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મોટી બેદરકારી સામે આવી છે અહી મહત્વની વાત એ છે કે તો પછી એ કોની લાશ હશે કે જેની અંતિમ વિધિ થઈ ગઈ હશે? તમને જણાવી દઈએ કે પરિવારજનોને તો મૃત દર્દીનુ મોં પણ બતાવવામાં નહોતું આવ્યું.

અહી ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ ધ્વારા કહેવામા આવ્યું છે કે રિપોર્ટ નેગેટિવ હોવાથી તમે દર્દીને પોતાના ઘેર લઈ જાઓહોસ્પિટલ ધ્વારા આવું કહેવામા આવતા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. અને આ વાત ખરેખર વિચિત્ર જ છે ને એક દિવસ પહેલા મોત થતા અંતિમસંસ્કાર પણ કરવામાં આવ્યા, તેમ છતા ફરીથી ફોન કરીને દર્દીને ઘરે લઈ જવાનું કહેવામાં છે. મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે તારીખ 29 મેના રોજ સિવિલમાંથી દર્દીનો PPE કિટમાં મૃતદેહ સોંપાયો હતો.અહી ઉલ્લેખનીય છે કે મૃતદેહ PPE કિટમાં હોવાથી તેનો ચહેરો પરિવારને બતાવવામાં આવ્યો ન હતો. તો બીજી બાજુ ફરીથી સિવિલમાંથી ફોન આવતા પરિવારજનોએ ખોટા વ્યક્તિની અંતિમવિધિ કરી કે,પછી સિવિલમાંથી ખોટો ફોન આવ્યો તે સિવિલ હોસ્પિટલ સામે મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે.

આ ઘટનાની જાણ નિતિન પટેલને થતાં તેમણે હૈયાવરાળ સાથે આશ્વાસન આપ્યું છે અને કહ્યું છે કે અમે સમગ્ર મામલાની તપાસ કારવીશું. સિવિલ હોસ્પિટલ મુદ્દે હું ખાસ તપાસ પણ કરાવીશ. વધુમાં એમણે એવું પણ ઉમેર્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો જીવના જોખમ વચ્ચે સેવા કરે છે. આવડા મોટા કામમાં કોઈ ક્ષતિ થઈ હશે તો ચોક્કસથી તેની તપાશ કરીશુ.

વધુમાં આ લોક ડાઉન-5 અંગે વાત કરીએ તો ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતુ કે, સરકારે ઉદારતાથી લોકો માટે નિયમો હળવા બનાવ્યા છે. વધુમાં એમણે ઉમેર્યું હતું કે નાગરિકો પર વિશ્વાસ રાખી સરકારે નિયમો હળવા કર્યા છે. અહી ઉલ્લેખનીય છે કે આવતીકાલથી લગભગ બધુ શરૂ થઈ જશે. હોટેલ, રેસ્ટોરન્ટ પણ ચાલુ થવા જઈ રહી છે. આ બધુ ફરીથી શરૂ થવા જઈ રહ્યું છે એટ્લે હવે નાગરિકોએ ખાસ પોતાનું ધ્યાન રાખવુ પડશે. નાગરિકોએ તમામ નિયમો પાળવા પડશે.